બાળકોને જે વિષયમાં રસ-રુચિ હોય તે વિષયમાં આગળ વધે તેવું પ્રોત્સાહન આપો: મોરબીમાં યોજાયેલ કાર્યક્રમમાં મંત્રી રિવાબા જાડેજાની વાલીઓને ટકોર મોરબી જીઆઈડીસી ઇન્ડ. એસો. દ્વારા ઓદ્યોગીક વિસ્તારમાં હાથ ધરાયું સફાઈ અભિયાન મોરબીના કુંતાસી ગામે દવા પી ગયેલ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત મોરબીના ઘૂટું ગામની સીમમાં આવેલ કારખાનામાંથી સગીરાનું અપહરણ મોરબી નજીક કારખાનના મશીનના કન્વેયર બેલ્ટમાં હાથ આવી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં મોરબી બી.આર.સી ભવન ખાતે MHM અને માસિક સ્વછતા મેનેજમેન્ટ તાલીમ યોજાઈ મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા સાંસદ-ધારાસભ્યની હાજરીમાં દિવ્યાંગજનોને સાધન અર્પણ કરાયા મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીની પીપળીયા ચોકડી સમું જોવાની વાતમાં યુવાન ઉપર છરી વડે હુમલો: બે સામે ફરિયાદ


SHARE









મોરબીની પીપળીયા ચોકડી સમું જોવાની વાતમાં યુવાન ઉપર છરી વડે હુમલો: બે સામે ફરિયાદ

માળીયા મીયાણાના જેડાવાડામાં રહેતો યુવાન મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે આવેલ જેકેટી હોટલ પાસે હતો ત્યારે સામુ જોવા બાબતે બોલાચાલી કરીને બે શખ્સોએ ઝઘડો કર્યો હતો અને ત્યારબાદ તેને ગાળો આપવામાં આવી હતી અને ઢીકાપાટુનો માર મારીને છરી વડે તેની ડાબી આંખની ઉપર કપાલના ભાગે હુમલો કરવામાં આવતા યુવાનને ઈજા થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્ત યુવાનને સારવારમાં ખસેડાયો હતો અને સારવાર લીધા બાદ તેણે હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળીયા મીયાણામાં જેડાવાડામાં રહેતો હૈદરભાઈ અલીમામદભાઈ જેડા જાતે મિયાણા (૩૩) નામના યુવાને હુસેનભાઈ હૈદરભાઈ સંધવાણી અવેશભાઈ હૈદરભાઈ સંધવાણી રહે. બંને સંધવાણી શેરી માળીયા મિયાણા વાળાની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે આવેલ જેકેટ હોટલ પાસે તે ચા પીવા માટે ઉભો હતો ત્યારે બંને આરોપીઓ ત્યાં બાઈક લઈને આવ્યા હતા અને સામુ જોવા બાબતે ફરિયાદી સાથે બોલાચાલી અને ઝઘડો કર્યો હતો અને ત્યારબાદ ગાળો આપી હતી જેથી યુવાને ગાળો આપવાની ના પાડતા આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ઢીકાપાટુનો માર માર્યો હતો ત્યારે હુસેનભાઈ સંધવાણી પાસે રહેલ છરી વડે તેણે હુમલો કરતા ફરિયાદી યુવાનને ડાબી આંખની ઉપર કપાળના ભાગે ઈજા થઈ હતી જેથી કરીને ઈજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે મોરબીની હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાર બાદ તેણે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News