મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને રાજકોટના યુવાનનું મોત નિપજાવનાર ટ્રક ચાલકની ધરપકડ


SHARE







મોરબી નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને રાજકોટના યુવાનનું મોત નિપજાવનાર ટ્રક ચાલકની ધરપકડ

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રંગપર ગામ પાસે પેટ્રોલ પંપની સામેથી ડબલ સવારી બાઈક પસાર થઈ રહ્યું હતું ત્યારે બાઈકને ટ્રક ચાલકે હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં રાજકોટના રહેવાસી યુવાનનું મોત નીપજયું હતું જેથી મૃતક યુવાનના પિતા દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરેલ છે. 

જાણવા મળતી માહિતી મુજબ રાજકોટમાં ૧૫૦ ફૂટ રીંગ રોડ ઉપર આવેલ બાલાજી હોલ પાસે શ્રીરામ પાર્ક શેરી નં-૩ માં રહેતા નવીનભાઈ ત્રીકમભાઈ માખેસણા જાતે પટેલ (૫૬)એ ટ્રક નંબર આરજે ૨૧ જીડી ૮૧૯૯ ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી કે, તેનો દીકરો રંગપર ગામની સીમમાં આવેલ સોમનાથ પેટ્રોલ પંપ પાસેથી બાઈક જીજે ૩૬ એડી ૮૧૪૬ લઈને પસાર થતો હતો ત્યારે પાર્થ નવીનભાઈ માખેસણા (૨૩) ના બાઈકને આરોપી ટ્રક ચાલકે હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવવામાં પાર્થ માખેસણાને ગંભીર ઈજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું જોકે બાઈકમાં તેની સાથે બેઠેલ પાર્થ અનિલભાઈ કણસાગરા (૧૯) નામના યુવાનને ઇજા થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા. હાલમાં મૃતક યુવાનના પિતાએ ટ્રક ચાલકની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પડવા માટે તજવીજ શરૂ કરેલ છે આ બનાવની આગળ વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પોએસઆઈ બી.એ. ગઢવી કરી રહ્યા હતા અને હાલમાં આરોપી દેવારામ ઉર્ફે દેબારામ હસમુખરામ રાયકા જાતે રબારી (૩૩) રહે. ગગવાળા જિલ્લો નાગોર રાજસ્થાન વાળાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News