મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં વાહન પાર્કિંગ મુદે વિરોધ કરનારા વેપારીને માર મારનાર સ્કાય મોલની સિક્યુરિટીના ચાર માણસો સામે નોધાયો ગુનો


SHARE







મોરબીમાં વાહન પાર્કિંગ મુદે વિરોધ કરનારા વેપારીને માર મારનાર સ્કાય મોલની સિક્યુરિટીના ચાર માણસો સામે નોધાયો ગુનો

મોરબીના સનાળા રોડ ઉપર સ્કાય મોલની બાજુમાં આવેલ શોપિંગ સેન્ટરમાં સ્કાય મોલનું પાર્કિંગ કરવામાં આવતું હોવાથી ત્યાંના વેપારીઓ દ્વારા તે બાબતે ચર્ચા કરવામાં આવતી હતી તે દરમ્યાન ત્યાંના વેપારીને સ્કાય મોલમાં સિક્યુરિટીનું કામ સંભાળતા ચાર શખ્સો દ્વારા વેપારી યુવાનને માર મારવામાં આવ્યો હતો જેથી કરીને તે વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને ત્યારબાદ ભોગ બનેલા વેપારીએ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ચાર શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે આરોપીઓ પોલીસની હાથવેંતમાં જ છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં દલવાડી સર્કલ પાસે આવેલ ગોકુલ મથુરા સોસાયટી મારૂતિનગર બ્લોક નંબર ૨૦૨ માં રહેતા અને સનાળા રોડ ઉપર સ્કાય મોલની બાજુમાં આવેલ શોપિંગ સેન્ટરમાં નિકુ ટેલિકોમ નામની દુકાન ધરાવતા નરેન્દ્રભાઈ ઉર્ફે નિકુ પ્રભુલાલ અઘેરા જાતે પટેલ (૩૧) એ હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે દિનેશભાઈ રબારી, દિલીપભાઈ રબારી, સંજયભાઈ રબારી અને એક અજાણ્યો ઈસમ આમ કુલ મળીને ચાર શખ્સોની સામે માર માર્યો હોવા અંગેની ફરિયાદ નોંધાવી છે જેમાં તેઓએ જણાવ્યું છે કે સ્કાય મોલમાં આવતા ગ્રાહકો અને કર્મચારીઓના વાહનનું પાર્કિંગ તેઓના શોપિંગ સેન્ટરની આસપાસમાં અને શેરીમાં કરવામાં આવતું હોય છે જેથી કરીને ત્યાં વાહન પાર્કિંગ નડતરરૂપ થાય છે આ બાબતે તેઓના શોપિંગ સેન્ટરમાં જ આવેલ એમ.બી.જ્વેલર્સ નામની દુકાન ધરાવતા અશોકભાઈ ખાણધર અને તેઓ પાર્કિંગ સમસ્યા બાબતે ચર્ચા કરવા માટે ભેગા થયા હતા અને ત્યારબાદ સ્કાય મોલના મેનેજર ભરતભાઈ નાણાવટીને આ બાબતે ફોન કરીને વાત કરી હતી ત્યારે તેઓએ ભોગ બનેલા વેપારીને સિક્યુરિટી ઇન્ચાર્જ સાથે વાત કરીને જે કાંઈ હોય તે પતાવી લેવા માટે કહ્યું હતું.

ત્યારબાદ ભરતભાઈ નાણાવટી અને દિલીપભાઈ રબારી બંને ત્યાં આવ્યા હતા અને ભરતભાઈ સાથે વાતથી ચાલુ હતી દરમિયાન દિલીપભાઈ રબારી “રસ્તાના પાર્કિંગનું પતસે નહીં” તેમ કહેવા લાગેલ અને "તમારાથી જે થાય તે કરી લેજો" તેમ વાત કરી હતી દરમિયાન ભરતભાઈ નાણાવટીએ કહેલ કે, પાર્કિંગની મેટર તમારી નથી અને અમે આ જગ્યાએ વ્યવસ્થિત પાર્કિંગ કરાવીએ છીએ ત્યારબાદ બધા છૂટા પડી ગયા હતા અને થોડીવાર પછી સંજય રબારી કે, જે સ્કાય મોલમાં સિક્યુરિટીમાં જ છે તે તેની સામે આંગળી ચીંધીને જેમ ફાવે તેમ ગાળો બોલવા લાગ્યો હતો અને દિનેશ રબારી, સંજય રબારી અને દિલીપ રબારી તથા અજાણ્યા માણસે આવીને ઢીકાપાટુનો માર માર્યો હતો જેથી મારથી બચવા માટે પોતે ભાગવા લાગ્યો હતો અને ત્યાં આવી ગયેલા લોકોએ તેને છોડાવ્યો હતો ત્યારે દિનેશ રબારીએ “આજે બચી ગયો હવે પાર્કિંગ બાબતે વાત કરવા ન આવતો નહીં તો પતાવી દઈશ” તેમ કહીને બધા ત્યાંથી નીકળી ગયા હતા અને ત્યારબાદ સ્થળ ઉપરથી જ વેપારીએ મોબાઈલથી મોરબી જિલ્લાના કંટ્રોલરૂમમાં અને ૧૦૦ નંબર ઉપર આ બનાવ અંગેની જાણ કરી હતી અને હાલમાં ભોગ બનેલા વેપારી દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ચાર સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને ચારેય આરોપીઓ પોલીસની હાથવેંતમાં હોવાનું જાણવા મળેલ છે.






Latest News