મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય બ્મોરબીમાં બેંકની બેદરકારી સબબ સબસીડી ન મળતા દાખલ કરાયેલ ફરીયાદમાં ફરીયાદી તરફે ચુકાદો આપતી ગ્રાહક ટ્રીબ્યુનલ મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાકૃતિક ખેત ઉત્પાદન-વેચાણ કેન્દ્રનો રાજ્યમંત્રીની હાજરીમાં કરાયો પ્રારંભ ભુજમાં નવા બાયપાસ માર્ગો માટે સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને કરી રજુઆત
Breaking news
Morbi Today

માળીયા (મી)ના સુલતાનપુર ગામે અગાઉના ઝઘડાનો ખાર રાખીને સામસામી મારામારી બાદ સામસામી ફરિયાદ


SHARE









માળીયા (મી)ના સુલતાનપુર ગામે અગાઉના ઝઘડાનો ખાર રાખીને સામસામી મારામારી બાદ સામસામી ફરિયાદ

માળીયા મીયાણા તાલુકાના સુલતાનપુર ગામે અગાઉ થયેલ બોલાચાલી અને ઝઘડાનો ખાર રાખીને સામસામે મારામારીનો બનાવ બન્યો હતો અને જે બનાવમાં ઇજા પામેલા ચાર વ્યક્તિઓને સારવાર માટે લઈને આવ્યા હતા અને સારવાર લીધા બાદ બંને પક્ષેથી માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સામસામી બે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે બે ગુના નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને હાલમાં એક ગુનામાં ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જોકે, વળતી ફરિયાદમાં ત્રણ આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

માળીયા મીયાણા તાલુકાના સુલતાનપુર ગામે રહેતા લાભુભાઈ હલુભાઈ દેગામા જાતે કોળી (૪૨)એ હાલમાં સુનિલભાઈ વિનોદભાઈ સીતાપરા, અનિલભાઈ વિનોદભાઈ સીતાપરા, અનિલભાઈ દશરથભાઈ સીતાપરા અને શૈલેષભાઈ નાથાભાઈ સીતાપરા સામે માળિયા તાલુકો પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, અગાઉ થયેલ ઝઘડો અને બોલાચાલીનો ખાર રાખીને આરોપીઓ તેના ઘર પાસે આવ્યા હતા અને ત્યારે ફરિયાદીને ગાળો આપતા હોય ગાળો આપવાની ના પાડતા આરોપીઓ તેના હાથમાં રહેલ પાઇપ અને લાકડાના ધોકા વડે તેના દીકરા સુનિલને માર માર્યો હતો તેમજ ફરિયાદીને પણ પાઇપ વડે માર માર્યો હતો અને તારા દીકરાને બહુ હવા છે તેવું કહીને પાઇપ ધોકા તેમજ ઢીકા પાટુનો માર માર્યો હતો જેથી કરીને લાભુભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને ચારેય આરોપીને ધરપકડ કરી આગળની કાર્યવાહી કરી હતી

જ્યારે મારામારીના આ બનાવમાં સામા પક્ષેથી સુનિલભાઈ વિનોદભાઈ સીતાપરા જાતે કોળી (૨૩) એ સુનિલભાઈ લાભુભાઈ દેગામા, રાજેશભાઈ ચંદુભાઈ દેગામા અને લાભુભાઈ હલુભાઈ દેગામા રહે ત્રણેય સુલતાનપુર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, બે દિવસ પહેલા બોલાચાલી થઈ હતી જે બાબતનો ખાર રાખીને ત્રણે આરોપીઓએ ફરિયાદીની દુકાન પાસે આવી ફરિયાદી સાથે બોલાચાલી અને ઝઘડો કર્યો હતો અને ગાળો બોલવા લાગ્યા હતા ત્યારે ગાળો બોલવાની ના પાડતા સુનિલ દેગામાએ હાથમાં રહેલ લાકડાના ધોકા વડે ફરિયાદીને માથામાં માર માર્યો હતો તથા સાહેદ અનિલ દશરથ સીતાપરાને પણ લાકડાના ધોકા વડે માર મારીને જમણા હાથની આંગળીમાં ઇજા કરી હતી અને શરીરને નાના મોટી ઈજા કરેલ છે જેથી સુનીલ સીતાપરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News