મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળના પ્રમુખ પદે દિનેશભાઈ રાણાભાઇ હુંબલ


SHARE







મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળના પ્રમુખ પદે દિનેશભાઈ રાણાભાઇ હુંબલ

મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળની સાધારણ સભા યોજાઇ હતી જેમાં નવા પ્રમુખ સહિતના હોદેદારોની વરણી કરવામાં આવી છે અને મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળના નવા પ્રમુખ તરીકે દિનેશભાઈ રાણાભાઈ હુંબલની વરણી કરવામાં આવેલ છે.

મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળના પ્રમુખ અજયભાઈ ડાંગરના અધ્યક્ષ સ્થાને તાજેતરમાં સાધારણ સભા યોજાઇ હતી જેમાં મંત્રી મયુરભાઈ ગજીયાએ તમામનું સ્વાગત કર્યું હતું ત્યાર બાદ નાણાકીય હિસાબ સહિતનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો અને મંડળના પૂર્વ પ્રમુખ રામભાઈ વારોતરીયા અને મહેન્દ્રભાઈ કચોટ દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને સાધારણ સભામાં શિક્ષણને લગતા અનેક મુદ્દાઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને માર્ગદર્શન અંગે વિસ્તૃત ચર્ચા કરાઈ હતી

ત્યારબાદ મંડળના પ્રમુખ અજયભાઈ ડાંગર દ્વારા મંડળ દ્વારા કરવામાં આવતા વિદ્યાર્થી સન્માન, સ્નેહમિલન કાર્યક્રમ, સામાન્ય જ્ઞાન કસોટી અને અન્ય જિલ્લામાંથી મોરબી ખાતે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે આવતા પરીક્ષાર્થીઓને જમવા તથા રહેવાની સુવિધાની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. અને મંડળના પ્રમુખ તરીકે અજયભાઈ ડાંગરે પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરતાં નવા પ્રમુખની ચર્ચા કરવામાં આવી હતી અને સાધારણ સભામાં સર્વાનુમતે કર્મચારી મંડળના નવા પ્રમુખ તરીકે દિનેશભાઈ રાણાભાઈ હુંબલની વરણી કરવામાં આવી હતી અને પ્રમુખ તરીકે હોદાની રુએ મંડળના મંત્રી તરીકે મયુરભાઈ ગજીયાની પણ વરણી કરાઈ હતી. આ કાર્યક્રમનું સંચાલન મંડળના સહમંત્રી રાજેશભાઈ મંઢ દ્વારા કરાયું હતું અને અંતે આભાર વિધિ મંડળના ઉપપ્રમુખ વિક્રમભાઈ ડાંગરે કરી હતી






Latest News