મોરબીમાં ભારતી વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા સ્મશાનની પવિત્ર ભૂમિ ઉપર તિરંગો લહેરાવીને સલામી અપાઈ મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન
Breaking news
Morbi Today

મોરબીના હરિપર (કે) ગામે કેન્સરની બીમારીથી કંટાળીને આધેડે અંતિમ પગલું ભર્યું


SHARE







મોરબીના હરિપર (કે) ગામે કેન્સરની બીમારીથી કંટાળીને આધેડે અંતિમ પગલું ભર્યું

મોરબી તાલુકાના હરીપર કેરાળા ગામની સીમમાં આવેલ વાડીએ ગળાફાંસો ખાઈને આધેડે આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને મૃતકના ભાઈ મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના હરીપર કેરાળા ગામની સીમમાં આવેલ રમેશભાઈની વાડીએ મીતેશભાઇ સવજીભાઈ વીરપરિયા (૫૧) નામના આધેડે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને મૃતક આધેડને તેના ભાઈ નિલેશભાઈ મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા બાદ આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી. વધુમાં આ બનાવની તપાસ કરી રહેલા જસપાલસિંહ જાડેજા પાસેથી મળતી માહિતી મુજબ મૃતક આધેડને કેન્સરની બીમારી હતી જે બીમારીથી કંટાળીને તેને આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે જેની પોલીસે નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબી માળિયા હાઇવે ઉપર ટિંબડી ગામના પાટીયા પાસે શિવ કૃપા આઈ માતા હોટલ નજીકથી કાંતિલાલ રતિલાલ નકુમ પોતાનું બાઈક નંબર જીજે ૨૪ એએલ ૭૩૧૦ લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રક ટ્રેઇલર નંબર આરજે ૦૭ જીબી ૫૯૦૭ ના ચાલકે બાઈકને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં કાંતિલાલને માથા, કપાળ અને ડાબી આંખ ઉપર તેમજ હાથ-પગમાં ઇજાઓ થઈ હતી જેથી કરીને તેને સારવારમાં લઈને અવાયા હતા અને ત્યાર બાદ ઇજાગ્રસ્ત વ્યક્તિના મિત્ર ધીરજભાઈ ત્રીકમભાઈ સોલંકી (૨૭) રહે. જેતપર રોડ મનીષ કાંટા પાસે પીપળી વાળાએ ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News