મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબી: આંખ લાલ થવી  શું કન્ઝકટીવાઈટીસનો ઈશારો તો નથી ને ?


SHARE









મોરબી: આંખ લાલ થવી  શું કન્ઝકટીવાઈટીસનો ઈશારો તો નથી ને ?

હાલ ચોમાસાને કારણે પુરતા સુર્યપ્રકાશના અભાવે અને ભેજયુક્ત વાતાવરણમાં અનેક બેકટેરીયા અને વાઈરસ સક્રિય થઈ જાય છે. જેના કારણે રોગો થવાની શક્યતા વધી જાય છે. ત્યારે સાંપ્રત સમયમાં ઠેક ઠેકાણે આંખના રોગ એટલે કે આંખ આવવાની બિમારી (કન્ઝકટીવાઈટીસ) લોકોમાં જોવા મળી રહી છે.

કન્ઝકટીવાઈટીસમાં આંખ લાલ થવી, ખંજવાળ આવવી, સતત આંખમાંથી પાણી નીકળવું, પ્રકાશથી સંવેદનશીલતા, આંખ બળતી હોવાનો ભાસ, પોંપચા ચોંટી જવા, દુખાવો થવો જેવા લક્ષણ જોવા મળે છે. આ રોગ રોગી વ્યક્તિના સંપર્કમાં આવવાથી, છીંક આવવાથી, આંખને કોઈ વસ્તુની એલર્જીના કારણે, ધૂળ રજકરણ-પરાગ રજના કારણે ફેલાય શકે છે. અને આંખ આવે ત્યારે બને ત્યાં સુધી આંખોને સ્પર્શ કરવો નહીં, અને જો સ્પર્શ કરો તો તે પહેલાં અને પછી હંમેશા સાબુથી હાથ ધોવા જોઈએ. અન્ય લોકો સાથે નજીકથી સંપર્ક ટાળવો જોઈએ જેથી આ રોગ ફેલાતો અટકાવી શકાય. તમારી વ્યક્તિગત વસ્તુઓનો અન્ય વ્યક્તિને ઉપયોગ કરવા દેવો નહીં. કોન્ટેક્ટ લેન્સ પહેરતા હોય તો તમારે મર્યાદિત સમય માટે એનો ઉપયોગ ટાળવો જોઈએ. કન્ઝકટીવાઈટીસ થયો હોય ત્યારે બહાર જતી વખતે કે અન્ય લોકો સાથે સીધા સંપર્કમાં આવતી વખતે કાળા રંગના ગોગલ્સનો ઉપયોગ કરવો જોઈએ.

ચાલો આંખ આવે ત્યારે કેટલાંક સરળ ઘરેલું ઉપચારની વાત કરીએ તો, વધુ પ્રમાણમાં પ્રવાહી લેવુ. આ માટે મહત્તમ પાણી પીવું અને તાજા ફળોના રસનું સેવન કરવું જોઈએ. રાહત મેળવવા માટે કાકડીનો ઉપયોગ કરી શકાય છે. આંખમાં થતાં સોજા પર કાકડી મુકવાથી દુઃખાવાથી રાહત મળે છે. ખાસ કરીને આંખ આવે ત્યારે જાતે ડૉક્ટર બની કોઈપણ ટીપા આંખમાં નાખવા જોઈએ નહિ. ડૉક્ટર સાથે પરામર્શ બાદ જ કોઈ પણ ઉપચાર હાથ ધરવો. ઉપરાંત જો લક્ષણો વધુ તીવ્ર જણાય તો તાત્કાલીક ડોક્ટરનો સંપર્ક સાધી તેમની સલાહ લેવી અનિવાર્ય છે






Latest News