મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ
Breaking news
Morbi Today

વાંકાનેરના હસનપર ગામે ડીડીઓના આદેશથી સરકારી જમીન ઉપરના દબાણો દૂર કરાયા


SHARE







વાંકાનેરના હસનપર ગામે ડીડીઓના આદેશથી સરકારી જમીન ઉપરના દબાણો દૂર કરાયા

વાંકાનેર તાલુકાનાં હસનપર ગામે કેટલાક લોકો દ્વારા સરકારી જમીન પર દબાણ કર્યું હતું જે દબાણ જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ હટાવવામાં આવ્યા હતા.આ તમામ દબાણકારોને ગ્રામ પંચાયત દ્વારા દબાણો દૂર કરવા અગાઉ નોટીસો આપી હતી તેમજ સમજૂતપ પણ કરી હતી. આમ છતાં દબાણો દૂર ન કરાતા હસનપર ગ્રામ પંચાયત દ્વારા તા- ૬/૭/૨૦૨૩ ના રોજ દબાણ દૂર કરવા આખરી નોટિસ આપવામાં આવી હતી. અને આખરી નોટિસ આપવા છતાં દબાણો દૂર ન થતાં ડીડીઓ દિગ્વિજયસિંહ ડી. જાડેજાની રાહબરી હેઠળ વાંકાનેર તાલુકા વિકાસ અધિકારી ડી.કે. પરમાર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે તા. ૧૯/૦૭/૨૦૨૩ના રોજ હસનપર ગામના તમામ દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ કાર્યવાહી હેઠળ હસનપર ગામે સરૈયા ભરતભાઇ મશરૂભાઈ દ્વારા ગ્રામ પંચાયતના માલઢોર પુરવાના ડબ્બાની બાજુમાં પાકી દુકાન તથા શૌચાલય બનાવીને બનાવેલું પાકું દબાણ, ભૂરીબેન હક્કાભાઈ છૂછરા દ્વારા સ્નાન ઘાટની જગ્યા પરનું દબાણ, મદ્રેસણીયા દેવરાજ લાલજીભાઇ દ્વારા સ્વચ્છતા કેન્દ્રમાં રહેણાંક કરી દબાણ, રાજેશભાઈ હકાભાઈ મુંધવા દ્વારા મંત્રીનાં ક્વાર્ટરની ખાલી જગ્યા પર પાકુ બાંધકામ કરી રહેણાક મકાન બનાવ્યાનું દબાણ, બાબરીયા ઉમેશભાઈ કેશુભાઈ દ્વારા શક્તિપરા જૂની પ્રાથમિક શાળામાં ગાયો-ભેંસો બાંધી તથા નીરણ ભર્યાનું દબાણ વગેરે દબાણ દૂર કરી ગ્રામ પંચાયતે જગ્યાનો કબજો મેળવ્યો છે.






Latest News