મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય બ્મોરબીમાં બેંકની બેદરકારી સબબ સબસીડી ન મળતા દાખલ કરાયેલ ફરીયાદમાં ફરીયાદી તરફે ચુકાદો આપતી ગ્રાહક ટ્રીબ્યુનલ મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાકૃતિક ખેત ઉત્પાદન-વેચાણ કેન્દ્રનો રાજ્યમંત્રીની હાજરીમાં કરાયો પ્રારંભ ભુજમાં નવા બાયપાસ માર્ગો માટે સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને કરી રજુઆત
Breaking news
Morbi Today

હળવદના કડીયાણા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ પરણીતા સારવારમાં


SHARE









હળવદના કડીયાણા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ પરણીતા સારવારમાં

હળવદ તાલુકાના કડીયાણા ગામે વાડીએ રહીને મજૂરી કામ કરતી પરણીતાએ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને પ્રથમ જાણ કરવામાં આવતા પોલીસે પ્રાથમિક તપાસ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદ તાલુકાના કડીયાણા ગામે નવનીતભાઈની વાડીએ રહીને મજૂરી કામ કરતા દિલીપભાઈ તડવીના પત્ની સંગીતાબેન દિલીપભાઈ તડવી (૩૩)એ કોઈ અગમ્ય કારણોસર વાડીએ હતી ત્યારે ઝેરી દવા પી લીધી હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીમાં આવેલ મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તે મહિલાને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ ફુલતરીયા દ્વારા કરવામાં આવી હતી જેમાં મહિલાનો લગ્ન ગાળો ૧૪ વર્ષનો હોવાનું સામે આવ્યું હતું જોકે આ બનાવ હળવદ તાલુકા પોલીસની હદનો હોવાથી ત્યાં બનાવની જાણ કરવામાં આવી છે અને હવે પોલીસ દ્વારા મહિલાએ કયા કારણોસર ઝેરી દવા પી લીધી હતી તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે

ફિનાઇલ પીધું

મોરબીના વીસીપરા વિસ્તારની અંદર રહેતો મુકેશ ભગવાનજી રાવળદેવ (૪૮) નામનો યુવાન પોતે પોતાના ઘરે હતો ત્યારે કોઈ અગમ્ય કારણોસર ફિનાઇલ પી ગયો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના વી.ડી. મેતા ચલાવી રહ્યા છે




Latest News