મોરબી મહાપાલિકાના હદ વિસ્તારમાંથી છેલ્લા મહિનાઓમાં 3,502 પશુ ડબ્બે પુરાયા મોરબીમાં રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે નિઃશુલ્ક હોમિયોપેથીક કેમ્પ યોજાયો મોરબી પાટીદાર એડવોકેટ લીગલ સેલ-જીવાપરના ખેડૂતોની ટ્રેક્ટર રેલી યોજાઇ મોરબીના જેતપર ગામે ખેડૂત આંદોલનના સમર્થનમા આવેલા કલાકાર હકાભા ગઢવીને છાવણીએ આવવાની મનાઈ ! મોરબી જિલ્લામાં જમીન દફતર ખાતાની સેવાઓનું તાલુકા કક્ષાએ વિકેન્દ્રીકરણ: નાગરિકોની સુવિધા માટે નવી ૬ કચેરીઓ કાર્યરત વિદેશ અભ્યાસ લોન બની પથદર્શક: હળવદ તાલુકાનાં મનીષ જાદવનું જર્મનીમાં ભણવાનું સપનું થયું સાકાર નમો સ્વચ્છતા અભિયાનનો મોરબી મનપાના મેયર ઉત્તમ સુરાણી અને ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની હાજરીમાં પ્રારંભ મોરબી જિલ્લામાં સહકાર થી સમૃદ્ધિના સંકલ્પ સાથે એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરાયું 
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં રેવન્યુ રેકર્ડ સમયમર્યાદામાં મામલતદાર મથકે સોંપવા ડીડીઓની સુચના 


SHARE









મોરબી જીલ્લામાં રેવન્યુ રેકર્ડ સમયમર્યાદામાં મામલતદાર મથકે સોંપવા ડીડીઓની સુચના 

રાજ્યમાં ખાતેદારોની હક્ક૫ત્રક ફેરફાર નોંઘણીના પ્રાથમિક કાર્યની સુવિઘા માટે ઇ-ઘરા કેન્દ્રની સ્થા૫ના કરવામાં આવી છે તથા તેની કામગીરીની શરૂઆત વર્ષ ૨૦૦૪ થી કરવામાં આવેલ છે. જે ૫હેલા ગામ દફતરમાં આનુસંગિક ફેરફારો/નોંઘણીની કાર્યવાહી સંબઘિત ગામના તલાટી સહ મંત્રી દ્વારા કરવામાં આવતી તેમજ લગત રેકર્ડની નિભાવણી તથા જાળવણી કરવામાં આવતી હતી. જે અંગેનું તમામ આનુસંગિક રેકર્ડ/દફતર તાલુકા મથકે જમા લેવા તથા જાળવણી કરવા અગાઉ સુચનાઓ કરવામાં આવી હતી.

મોરબી જિલ્લાના ગામોમાં રેવન્યુ રેકર્ડ જેવું કે, (૧) ગામ નમુના નં-૬(હકક ૫ત્રક)માં થયેલ મેન્યુલ નોંઘના સાઘનિક કાગળો, (૨) ગામ નમુના નં-૧(કાયમી ખરડો), (૩) ગામ નમુના નં-૧૬(કુવા બોરનું રજીસ્ટર), (૪) વારસાઇ રજીસ્ટર, (૫) ફી રજીસ્ટર, (૬) તકરારી રજીસ્ટર, (૭) મા૫ણી રજીસ્ટર, (૮) પોત હીસ્સા રજીસ્ટર, (૯) કમી જાસ્તી રજીસ્ટર, (૧૦) સીમતળ નકશો વગેરે હાલ ગ્રામ પંચાયત તલાટી-કમ મંત્રી હસ્તક રહે છે તેવું ઘ્યાને આવેલ છે. ૫રંતુ રેવન્યુ રેકર્ડને લગતી આ તમામ પ્રકારની કામગીરી હાલ મહેસુલી તલાટી દ્વારા મામલતદાર તાલુકા મથકે કરવામાં આવતી હોઇ જે રેવન્યુ રેકર્ડ તાલુકા મામલતદાર મથકે સોંપવું જરૂરી છે.

આ બાબતે અત્રેના જિલ્લાના તમામ તાલુકાના ગામોમાં ગ્રામ પંચાયત તલાટી-કમ મંત્રી હસ્તક રહેલ રેવન્યુ રેકર્ડની યાદી ક્રમશ: તૈયાર કરી તા. ૩૧/૦૭/૨૦૨૩ સુઘીમાં પૂર્ણ કરી, દરેક તાલુકા મથકે તાલુકા વિકાસ અઘિકારીશ્રી દ્વારા ખરાઇ કરી તા. ૦૫/૦૮/૨૦૨૩ સુઘીમાં દરેક તાલુકા મથકે મામલતદારશ્રી પાસે રેકર્ડ જમા કરાવી રેકર્ડ સોંપ્યા બદલ પ્રમાણ૫ત્ર/પંહોચ મેળવી લેવા મોરબી જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજાની યાદીમાં જણાવાયું છે.






Latest News