છેલ્લા એક માહિનામાં મોરબી પ્રત્યેક સિરામિક ઉદ્યોગકારને 50 લાખથી 1.5 કરોડનું નુકશાન: મનોજભાઇ એરવાડીયા મોરબી મહાપાલિકાની ચુંટણીમાં પક્ષ-અપક્ષ સહિત 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા: બુધવારે ચિત્ર સ્પષ્ટ થશે મોરબીના શનાળા ગામ પાસે કારના સર્વિસ સ્ટેશનમાં આગ લાગતા દોડધામ મોરબીના ઝીકિયારી ગામ નજીક ટ્રક ચાલકે ડબલ સવારી બાઈકને હડફેટે લેતા ઇજા પામેલા બે યુવાન સારવારમાં વાંકાનેરમાં ઘર પાસે પાર્ક કરેલ 16 લાખની કિંમતની સ્કોર્પિયો ગાડીની ચોરી વાંકાનેરમાં વગર વાંકે વૃદ્ધને ત્રણ શખ્સોએ માર મારીને આપી જાનથી મારી નાખવાની ધમકી હળવદના યુવાને વ્યાજે લીધેલ રૂપિયા-વ્યાજની પઠાણી ઉઘરાણી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપતા મોરબીના દંપતી સહિત 4 સામે ફરિયાદ વાંકાનેરના જાલીડા ગામ નજીક કારખાના પાસેથી યુવાનનો મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

ટંકારાના મીતાણા પાસે રસ્તો ઓળંગતા વૃદ્ધ એસટી બસની હડફેટે ચડી જતા સારવાર દરમિયાન મોત


SHARE













ટંકારાના મીતાણા પાસે રસ્તો ઓળંગતા વૃદ્ધ એસટી બસની હડફેટે ચડી જતા સારવાર દરમિયાન મોત

મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં આવેલા મીતાણા ગામના વૃદ્ધ ગામના પાદર નજીક રસ્તો ઓળંગી રહ્યા હતા ત્યારે એસટી બસની હડફેટે ચડી જતા ઈજા પામતા મોરબીની સિવિલે અને બાદમાં અહીં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવાયા હતા અને ત્યાં ટૂંકી સારવાર દરમિયાન વૃદ્ધનું મોત નીપજ્યું હતું.બનાવ સંદર્ભે ટંકારા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

મોરબીના ટંકારા તાલુકામાં આવેલા મીતાણા ગામે રહેતા બળવંતસિંહ ગુમાનસિંહ જાડેજા નામના ૭૫ વર્ષના વૃદ્ધ ગઈકાલ તા.૨૧-૭ ના સવારના ૯:૩૦ વાગ્યાના અરસામાં મીતાણા ગામના પાદર નજીક મેલડી માતાના મંદિર પાસે રસ્તો ઓળંગી રહ્યા હતા.ત્યારે મોરબી રાજકોટ હાઇવે ઉપર એસટી બસની હડફેટે ચડી ગયા હતા અને ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં તેઓને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અહીં તેઓને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા અને ત્યાં ટૂંકી સારવાર દરમિયાન રાજકોટ ખાતે બળવંતસિંહ ગુમાનસિંહ જાડેજા નામના વૃદ્ધનું મોત નીપજ્યું હતું.મૃતકના ભત્રીજા વિક્રમસિંહ જાડેજા સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, તેઓના કાકા બળવંતસિંહને આંખે ઓછું દેખાતું હતું અને તેઓના લગ્ન થયા ન હોય સંતાન ન હોવાથી તેઓની સાથે જ રહેતા હતા.દરમિયાનમાં ગઈકાલે તેઓ ગામના પાદર નજીક રસ્તો ઓળંગી રહ્યા હતા ત્યારે અકસ્માતે એસટી બસની ઝડપે ચડી જવાથી ઇજા પામતા મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ લઈ જવાયા હતા અને ત્યાં તેઓનું સારવાર દરમિયાન મોત નિપજેલ છે.

બાળકી સારવારમાં

મોરબીના સામાકાંઠે ત્રાજપર નજીક રહેતી પાયલબેન મહેશભાઈ અદગામા નામની આઠ વર્ષની બાળકીને વાહન અકસ્માતમાં ઈજા થતા ખાનગી હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવી હતી.વધુમાં પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો પ્રમાણે સવારે સ્કૂલે જતા સમયે ત્રાજપર નજીક આવેલ ચામુંડા પાન નામની દુકાન નજીક અજાણ્યા બાઇક ચાલકે પાયલબેનને હડફેટે લેતા ફેક્ચર જેવી ઇજાઓ સાથે તેણીને દવાખાને સારવાર માટે ખસેડાઇ હતી.હાલ બી ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા દ્વારા આ બાબતે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

જનાવર કરડી જતા સારવારમાં

મોરબીના આંદરણા ગામે રહેતા રાજુપ્રસાદ બંસીલાલ મીણા નામના ૧૭ વર્ષના યુવાનને આંદરણા ગામ નજીક આવેલ ભેરૂનાથ હોટલ પાસે કોઈ ઝેરી જનાવર કરડી જતા તેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.હોસ્પિટલ ખાતે સારવાર કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસમાં જાણ કરાતા હાલ તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા દ્વારા આ બાબતે નોંધ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે






Latest News