મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા છ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે


SHARE













મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા છ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે


મોરબી જિલ્લાના જુદા જુદા વિસ્તારોની અંદર દારૂના મોટા જથ્થા સાથે પકડાયેલા આરોપીઓની પાસા દરખાસ્ત મોકલવામાં આવી હતી અને તે પાસા દરખાસ્ત મંજૂર થઈ ગયેલ છે જેથી કરીને હાલમાં એલસીબીની ટીમે એક બે નહીં પરંતુ કુલ મળીને છ શખ્સોની પાસા હેઠળ ધરપકડ કરીને રાજ્યની અમદાવાદ, ભાવનગર, પોરબંદર, જામનગર અને સુરત જેલ હવાલે કરેલ છે.

મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાંથી વર્ષ ૨૦૨૦ માં દારૂનો મોટો જથ્થો પકડાયો હતો તેવી જ રીતે મોરબી તાલુકાના પીપળી રોડ ઉપર ગોડાઉનમાંથી દારૂનો જથ્થો પકડાયો હતો જેથી કરીને આ ગુનામાં સંડોવાયેલા શખ્સો સામે પાસા દરખાસ્ત મુકવામાં આવી હતી જે જિલ્લાના મેજિસ્ટ્રેટ દ્વારા મંજુર કરવામાં આવતા મોરબી જિલ્લા એલસીબીની ટીમ દ્વારા પાસા હેઠળ છ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે અને તેને રાજ્યની જુદી જુદી જેલ હવાલે કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે જેની પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી પ્રમાણે હાલમાં અમરશી સુજાભાઈ ઓવરિયા (૪૩) રહે ભારતનગર ગાંધીધામ કચ્છ વાળાને જામનગર જિલ્લા જેલ, કમલેશ બાબુભાઈ કરેલીયા (૪૨) રહે હડાળા આસોપાલવ સોસાયટી રાજકોટને પકડીને સુરતની લાજપોર જેલ, અશ્વિન દશરથ રૂદાતલા (૩૭) રહે શિવ ડેરી પાસે રાધે ક્રિષ્ના સોસાયટી હડાળા રાજકોટ મૂળ વિઠ્ઠલપુર તાલુકો માંડલ જીલ્લો અમદાવાદ વાળાને પોરબંદર જેલ, મયુર રણછોડભાઈ મકવાણા (૩૫) રહે. જય અંબે સોસાયટી મીઠાપુર જિલ્લો દ્વારકા હાલ કુહા ગામ રામેશ્વર પાર્ક સોસાયટી દસકોઈ અમદાવાદ વાળાને અમદાવાદ મધ્યસ્થ જેલ, નરેશ ઉર્ફે સાધુરામ ભગવાનદાસ સાધુ (૩૨) રહે ગાંધીધામ સામે વાળાને ભાવનગર જિલ્લા જેલ હવાલે કરેલ છે અને મોરબી તાલુકા પોલીસ હદ વિસ્તારમાં આવેલ જેતપર પીપળી રોડ ઉપર દારૂનું ગોડાઉન પકડાયું હતું તે ગુનામાં ધવલ ઉર્ફે શિવ બકુલભાઈ વડનગર જાતે સોની (૨૧) રહે કીર્તિધામ સોસાયટી રાજકોટ વાળાને અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલ હવાલે કરવામાં આવ્યો છે.

મારામારીમાં ઇજા

મોરબીની માળિયા ફાટક ચોકડી પાસે આવેલ ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા અમીન મનસુખ મોડતરિયા (૨૮)ને માળિયા ફાટક ચોકડી પાસે મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.






Latest News