મોરબીની મેડિકલ કોલેજમાં ફી વધારો પાછો ન ખેંચાઇ તો આંદોલન: એબીવીપી
હળવદ અને મોરબીમાં જુગારની ચાર રેડ: ૧૯ જુગારી ૩.૦૭ લાખના મુદામાલ સાથે પકડાયા, ત્રણની શોધખોળ
SHARE
હળવદ અને મોરબીમાં જુગારની ચાર રેડ: ૧૯ જુગારી ૩.૦૭ લાખના મુદામાલ સાથે પકડાયા, ત્રણની શોધખોળ
હળવદ તાલુકાના સુંદરગઢ, સમલી અને દિઘડીયા ગામે જુગારની જુદી-જુદી ત્રણ રેડ કરવામાં આવી હતી તેમજ મોરબી શહેરમાં વિસ્તારમાં આવેલા લાતી પ્લોટમાં ઓફિસમાં જુગારની રેડ કરી હતી અને આ ચાર રેડ દરમિયાન કુલ મળીને ૧૯ જુગારીઓ ઝડપાયા હતા જો કે, ત્રણ જુગારી પોલીસને જોઈને હળવદ તાલુકામાં નાસી ગયા હતા તેને પકડવા માટે પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી છે અને હાલમાં પોલીસે રોકડ સહિત કુલ મળીને ૩,૦૭,૭૦૦ નો મુદ્દા માલ કબજે કર્યો છે અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જુદા જુદા જુગારના ચાર ગુના નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે
હળવદ તાલુકાના દીઘડીયા ગામે રહેતા વાઘજીભાઈ કોળીના રહેણાંક મકાનની બાજુની શેરીમાં જાહેરમાં જુગાર રમતાઓની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા જુગારની રેડ કરવામાં આવતા વાસુદેવભાઈ ઉર્ફે વાસુભાઈ ભીખાભાઈ કાંજિયા, મહેશભાઈ ઉર્ફે મુકેશભાઈ બાબુભાઈ ઈટોદરા, વાઘજીભાઈ દીપુભાઈ કાંજીયા, રવિભાઈ રઘુભાઈ કાંજિયા અને હિતેશભાઈ લાભુભાઈ કાચરોલા રહે. બધા દિઘડીયા વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૯૭૧૦૦ ની રોકડ તથા પાંચ મોબાઇલ ફોન મળીને કુલ ૧,૦૮,૧૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
હળવદ તાલુકાના સુંદરગઢ ગામે અજીતભાઈ રજપુતની વાડીના શેઢે લીમડા નીચે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી અને ત્યારે સ્થળ ઉપર જુગારીઓમાં નાશભાગ મચી ગઈ હતી જોકે સ્થળ ઉપરથી પોલીસે ચાર જુગારીઓને ઝડપી લીધા હતા જેમાં લાલજીભાઈ કુકાભાઈ ચરમારી (સુંદરગઢ), કુકાભાઈ જગાભાઈ પંચાસરા (શિરોહી), જેરામભાઈ મેરાભાઈ ચરમારી (સુંદરગઢ), મેરાભાઈ ખેતાભાઇ લાંબરીયા (માંડલ)નો સમાવેશ થાય છે અને પોલીસે તેની પાસેથી ૬૫૬૦૦ નો મુદ્દાપાલ કબજે કર્યો છે જોકે, પોલીસને જોઈને નાસી છૂટેલા આરોપીઓમા ધનજીભાઈ ગેલાભાઈ ઉડેચા (સુંદરગઢ), રમેશભાઈ ગોરધનભાઈ ચરમારી (સુંદરગઢ) અને મુકેશભાઈ જગાભાઈ ચરમારી (સુંદરગઢ) વાળાનો સમાવેશ થાય છે જેથી તેને પકડવા માટે હળવદ તાલુકા પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી છે
આવી જ રીતે હળવદ તાલુકાના સમલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે ભરતભાઈ સિહોરાની વાડીની ઓરડીમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે વાડીના માલિક ભરતભાઈ જાદવજીભાઈ સિહોરા, દયાળજીભાઈ ઉર્ફે હકો લાલજીભાઈ સારલા, લાલજીભાઈ વજાભાઈ ચૌહાણ, વિજયભાઈ ખોડાભાઈ કુણપરા, પ્રાણજીવનભાઈ ઉર્ફે પ્રવીણભાઈ મહાદેવભાઇ ખાવડીયા, અને જીલુભાઇ જાદવજીભાઈ કેરવાડીયા રહે. બધા જ રાતાભેર વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી ૧૨૩૫૦૦ ની રોકડ કબજે કરી હતી અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
મોરબીના લાતી પ્લોટ શેરી નં-૨ માં લક્ષ્મી ચેમ્બર કોમ્પ્લેક્સમાં બીજા માળે આવેલ ઓફિસમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા અનિલભાઈ હરિલાલ રાજા રહે લોટસ એપાર્ટમેન્ટ ફ્લેટ નં-૫૦૧ રવાપર રોડ મોરબી, લાલજીભાઈ ભાણજીભાઈ સોલંકી રહે. રણછોડ નગર નવલખી રોડ મોરબી, જેસીંગભાઇ પ્રેમજીભાઈ ધંધુકિયા રહે ધુતારીની વાડી ગૌશાળાની પાછળ નવલખી રોડ મોરબી અને અનવરભાઈ અલીમામદ સૈયદ રહે. ખ્વાજા પેલેસ પંચાસર રોડ મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી ૧૦૫૦૦ ની રોકડ કબજે કરી મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી