મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય બ્મોરબીમાં બેંકની બેદરકારી સબબ સબસીડી ન મળતા દાખલ કરાયેલ ફરીયાદમાં ફરીયાદી તરફે ચુકાદો આપતી ગ્રાહક ટ્રીબ્યુનલ મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાકૃતિક ખેત ઉત્પાદન-વેચાણ કેન્દ્રનો રાજ્યમંત્રીની હાજરીમાં કરાયો પ્રારંભ ભુજમાં નવા બાયપાસ માર્ગો માટે સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને કરી રજુઆત
Breaking news
Morbi Today

મોરબીમાં પાલિકાની જમીન હડપ થઈ જાય તે પહેલા બગીચો કે સોલાર પાર્ક બનાવવા કોંગ્રેસની માંગ


SHARE









મોરબીમાં પાલિકાની જમીન હડપ થઈ જાય તે પહેલા બગીચો કે સોલાર પાર્ક બનાવવા કોંગ્રેસની માંગ

મોરબી પાલિકા  એ ગ્રેડની પાલિકા કહેવાય છે પરંતુ પ્રજાને સુવિધા ડી ગ્રેડની પાલિકા જેવી સુવિધા મળે  છે ત્યારે મોરબી પાલિકાની નદિઘરની જગ્યા કોઈ ભૂમાફિયા કે રાજકીય વ્યક્તિ પોતાના કબજામાં લઇ  લે  તે પહેલા મોરબીની પ્રજાને હરવા ફરવા માટે  બગીચો બનાવવામાં આવે અથવા તો સોલાર પ્લાન બનાવવામાં આવે તેવી મોરબી કોગ્રેસના આગેવાનો કરી રહ્યા છે

શહેરની પ્રજા પાલિકાને ટેક્ષ નિયમિત ભરે છે કારણ કે પ્રજાને જોયતી પ્રાથમિક સુવિધા હરવા ફરવા બાગ બગીચા પાલિકા આપે પણ આ તો મોરબીની પાલિકા છે સુવિધા આપવામાં સરેઆમ નિષ્ફળ ગયેલ છે હાલ  શહેરમાં જે બગીચા છે તે બાગ બગીચામાં ફરવા જવાય એવા એક પણ બગીચા નથી માટે  શહેરના નાગરિકોને પ્રાઇવેટ રિસોર્ટમાં જવું પડે છે અને આર્થિક રીતે પણ સહન કરવું  પડે છે મોરબીમાં લોકોને હરવા ફરવા અને મનોરંજન માટે  સુવિધા આપવા માટે  મનોરંજન હેડ હેઠળ  ગ્રાન્ટ મળે છે સાથે પ્રજા ટેક્ષના પેસા પણ  ભરે છે તો મોરબીની પ્રજાને હરવા ફરવા માટે સારો બગીચો પંચાસર રોડ પર નદીઘર બનાવેલ તે વિશાળ જગ્યામાં બનાવવામાં આવે તેવી માંગ છે

વધુમાં એવું પણ જણાવ્યુ છે કે, આ જગ્યા ઉપર ભુમાફિયા અને રાજકીય વ્યક્તિનો ડોળો  હોવાની ચર્ચા છે ત્યારે કોઈ પણ  ભોગે આ જગ્યાને કબજામાં લઇને ક્રિકેટ એકડેમીના નામે કે કોઈ ટ્રસ્ટના નામે આપી દેવામાં આવે તે પહેલા ત્યાં પાલિકાના વહીવટદાર અને ચીફ ઓફિસર દ્વારા લોકોને હરવા ફરવા માટે સારો બગીચો અથવા તો સોલાર પેનલ પ્લાન બનાવવામાં આવે તેવી મોરબી જિલ્લા કોંગ્રેસના મહામંત્રી મહેશ રાજ્યગુરુ, ગૂજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશ રબારી અને મોરબી  શહેર કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ રામભાઇ રબારીએ જણાવ્યુ છે




Latest News