મોરબીમાં બેંક ખાતુ ખોલાવવા જાવ છું કહીને નિકળેલ યુવાન ગુમ મોરબીમાં કેન્સરની બિમારીથી પીડાતા યુવકનું મોત નિપજયું મોરબી રોટરી ક્લબ દ્વારા જીલ્લા ક્ષય કેન્દ્ર ખાતે ટીબીના દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરાયું મોરબી નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનનું મોત નિપજાવનાર અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધાયો મોરબીના વનાળીયા ગામે સીમમાંથી બે ઇલેક્ટ્રીક મોટર-કેબલ વાયરની ચોરી મોરબી નજીક હોટલ પાસે જાહેરમાં જુગાર રમતા 5 શખ્સ પકડાયા મોરબીમાં દુષ્કર્મ, દારૂ કેસમાં ફરાર આરોપીઓ તથા ચોરીના ગુનામાં આરોપી પકડાયા, દારૂમાં સંડોવાયેલ એકને હદપાર કરાયો મોરબીના શનાળા અને બહાદુરગઢ ગામે મારામારી : નવ ઇજાગ્રસ્તો સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે ફ્લેટમાં જુગાર રમતા સાતની ધરપકડ : ટીંબડી અને જેતપરમાં પણ જુગારની રેડ


SHARE





મોરબીના રવાપર ગામે ફ્લેટમાં જુગાર રમતા સાતની ધરપકડ : ટીંબડી અને જેતપરમાં પણ જુગારની રેડ

મોરબીના રવાપર ગામે આવેલ રવાપર રેસીડેન્સીના દેવવ્રત એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે એ ડિવિઝન પોલીસ સ્ટાફે ત્યાં રેડ કરી હતી ત્યારે ફ્લેટની અંદર જુગાર રમી રહેલા સાત ઇસમો મળી આવતા રોકડ રકમ જપ્ત કરીને સાતેયની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના રવાપર ગામે આવેલ રવાપર રેસીડેન્સીમાં દેવવ્રત એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગારધામ ચાલી રહ્યું છે તેવી સ્ટાફને બાતમી મળી હતી.તેથી પોલીસ સ્ટાફના માણસોએ ફલેટમાં રેડ કરી હતી ત્યારે ત્યાં દેવવ્રત એપાર્ટમેન્ટમાં રહેતા પારસ ઉર્ફે ભોલો મુકેશભાઈ જારીયા જાતે બોરીચા (૨૪) ના ફ્લેટની અંદર જુગાર રમવામાં આવી રહ્યો હોય ઘરધણી પારસ મુકેશભાઇ જારીયા તેમજ નાગદેવ મનસુખભાઇ જોગિયાણી જાતે રાવળદેવ (૩૦) રહે.ધ્યેય એપાર્ટમેન્ટ રવાપર રેસીડેન્સી રવાપર ગામ, વનરાજ રમેશભાઇ મુંજારીયા જાતે રાવળદેવ (૨૯) રહે.ધાયડી વિસ્તાર રવાપર, રવિ રમેશભાઇ મુંજારીયા જાતે રાવળદેવ (૩૦) રહે.પાણીના ટાંકા પાસે ધાયડી વિસ્તાર રવાપર, સુરેશ નાનજીભાઇ મિયાત્રા જાતે વાણંદ (૨૨) રહે.ચિત્રકૂટ સોસાયટી રવાપર રોડ મોરબી, વિજય મનુભાઈ ગોગા જાતે બોરીચા આહીર (૩૨) રહે.ધાયડી વિસ્તાર રવાપર અને હિરેન મગનભાઇ મઠીયા જાતે બોરીચા આહીર (૨૨) રહે.ધાયડી વિસ્તાર રવાપર વાળાઓ ફ્લેટની અંદર જુગાર રમતા મળી આવ્યા હતા.જેથી સાતેયની સામે જુગાર હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો અને તેઓ પાસેથી રોકડા રૂપિયા ૧૬,૪૫૦ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

ટિંબડી જુગાર

મોરબી તાલુકાના ટિંબડી ગામની સીમમાં મોનિકા ટ્રાન્સપોર્ટની ઓફિસની પાછળના ભાગમાં બે ટ્રકની વચ્ચે જાહેર પાર્કિંગમાં જુગાર રમતા હોવાની માહિતી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સતવિરસિંહ રામચંદ્ર ગોદારા (૩૬), સુનિલકુમાર ઉમેદસિંહ ચૌધરી (૪૫), વિરેન્દ્રસિંહ સમૂહસિંહ શેખાવત (૪૨) અને મુકેશભાઇ નથુરામ ચૌધરી (૪૧) રહે. બધા રાજસ્થાન વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૧૦,૧૦૦ ની રોકડ કબ્જે કરી હતી અને જુગારનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જેતપર ગામે જુગાર રમતા ત્રણ પકડાયા

મોરબી તાલુકા પોલીસ સ્ટાફે બાતમીના આધારે મોરબી તાલુકાના જેતપર ગામે કોળીવાસ વિસ્તારમાં રેડ કરી હતી અને ત્યાં જાહેરમાં જુગાર રમી રહેલા માધવજી દેવશી વાડોદરા (૩૩), પ્રભુ ઉર્ફે પ્રફુલ લાલજી માલણીયાદ જાતે દેવીપુજક (૨૭) અને હર્ષદ રઘુભાઈ પંડ્યા જાતે બ્રાહ્મણ (૨૯) રહે.ત્રણેય જેતપર તા.મોરબી જુગાર રમતા મળી આવ્યા હતા.જેથી ત્રણેયને પકડી તેઓની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી રોકડા રૂપિયા ૨૫૧૦ જપ્ત કરવામાં આવ્યા હતા.






Latest News