ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકા પોલીસે પીછો કરતાં અકસ્માત સર્જાયેલ બોલેરો ગાડીમાંથી ૧૧૦૦ લીટર દેશીદારૂ મળ્યો !


SHARE













વાંકાનેર તાલુકા પોલીસે પીછો કરતાં અકસ્માત સર્જાયેલ બોલેરો ગાડીમાંથી ૧૧૦૦ લીટર દેશીદારૂ મળ્યો !

વાંકાનેર તાલુકાના જોધપર ગામના ઓવરબ્રિજ પાસેથી શંકાસ્પદ હાલતમાં બોલેરો પીકપ ગાડી પસાર થઈ હતી ત્યારે તે ગાડીને રોકવા માટે તાલુકા પોલીસની ટીમ દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો હતો ત્યારે બોલેરો ગાડીને ચાલકે પોતાની ગાડીને હંકારી મૂકી હતી જેથી પોલીસે તેનો પીછો કર્યો હતો અને ત્યારે આ ગાડી જોધપર ગામ પાસે ઓવરબ્રિજના સર્વિસ રોડ પાસે પુલના નાલામાં નીચે ઉતરી ગઈ હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને ત્યારે એક શખ્સ ત્યાંથી ભાગી ગયો હતો જો કે, ડ્રાઈવરને પોલીસ ઝડપી લીધો હતો અને ગાડી ચેક કરવામાં આવતા તેમાંથી ૧૧૦૦ લિટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હોય પોલીસે દારૂ, મોબાઈલ અને ગાડી મળીને ૩.૨૪ લાખનો મુદામાલ કબજે કરેલ છે અને ભાગી ગયેલા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વાંકાનેર બાઉન્ડ્રીથી વાંકાનેર તરફ આવતા રસ્તા ઉપરથી જતી સફેદ કલરની બોલેરો પીકઅપ ગાડીને રોકવા માટેનો તાલુકા પોલીસ દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો હતો ત્યારે બોલેરો ગાડીના ચાલકે પોતાની વાહન ઉભું રાખેલ નહીં અને ગાડીને હંકારી મૂકી હતી જે ગાડીનો તાલુકા પોલીસની ટીમ દ્વારા પીછો કરવામાં આવતા જોધપર ગામના ઓવરબ્રિજ નીચે સર્વિસ રોડ પાસે પુલના નાલામા અકસ્માત થયો હતો ત્યારે બોલેરો ગાડીનો ડ્રાઇવરને પોલીસ ઝડપી લીધો હતો જોકે ગાડીમાં બેઠેલા એક શખ્સ નાસી ગયો હતો ત્યારબાદ ગાડીને ચેક કરવામાં આવતા તેમાંથી સફેદ કલરના ૪૪ બાચકા મળી આવ્યા હતા જેમાંથી ૧૧૦૦ લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હોય પોલીસે ૨૨૦૦૦ નો દારૂ, ૨૦૦૦ નો મોબાઈલ અને ૩ લાખની બોલેરો ગાડી નંબર જીજે ૧૪ એડબલ્યુ ૪૨૨૦ આમ કુલ મળીને ૩.૨૪ લાખનો મુદ્દા માલ કબજે કર્યો હતો અને આરોપી ઝાલાભાઇ માધાભાઈ ગેલડીયા (૩૨) રહે.નાળધ્રિ તાલુકો મુળી વાળાની ધરપકડ કરે છે અને પોલીસને જોઈને નાસી છૂટેલા શખ્સનું નામ વિશાલ મંછારામ ગોંડલીયા રહે યક્ષપુરુષનગર ગારીયા તાલુકો વાંકાનેર વાળો હોવાનું સામે આવતા તેની સામે પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

અકસ્માતમાં ઇજા

મોરબીમાં ત્રાજપર નજીક આવેલ લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા અશ્વિનભાઈ દવે (૪૯) નામનો યુવાન પોતાનું બાઈક લઈને મોરબીથી માંડલ તરફ જવાના રસ્તા ઉપર શ્રીનાથજી કાંટા પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના બાઈકની આડે કૂતરું આવતા અકસ્માતનો બનાવ બનેલ હતો અને તેમાં અશ્વિનભાઈ દવેને ઇજાઓ થઈ હતી જેથી સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર બાદ આ બનાવ અંગેની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ સોરીસો સીરામીકના લેબર કવાર્ટરમાં રહેતા સોનમબેન કમલેશભાઈ પટેલ (૨૨) નામની મહિલા કવાર્ટરમાંથી પાણીની ડોલ ભરવા માટે નીચે ગયા હતા અને ત્યાંથી પરત આવતા હતા ત્યારે પગથિયા ઉપર પાણી હોય લપસી જવાના કારણે તે મહિલાને માથામાં ઇજા થઈ હતી જેથી ઈજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવો અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના જાંબુડીયા ગામ પાસેથી બાઈક લઈને પ્રફુલભાઈ જીવાણી નામના વ્યક્તિ પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર તેનું બાઈક ત્યાં સ્લીપ થઈ ગયું હતું અને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં પ્રફુલભાઈ જીવાણીને ઇજાઓ થઈ હતી જેથી તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં કુબેર ટોકીઝની પાછળના ભાગમાં આવેલ લક્ષ્મી સોસાયટીમાં રહેતો મનુભાઈ બટુકભાઈ વરાણીયા (૩૨) નામનો યુવાન પોતાનું બાઈક નંબર જીજે ૩૬ એજી ૯૦૩૨ લઈને પાનેલી રોડથી ઘર તરફ આવતો હતો ત્યારે લાલપર નજીક આગળ જતી રિક્ષાના ચાલકે અચાનક બ્રેક મારતા તેનું બાઇક તેની પાછળ ધડાકાભેર અથડાયું હતું અને તે અકસ્માતના બનાવમાં યુવાનને પગમાં ફ્રેકચર થયું હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે






Latest News