મોરબીમાં બેંક ખાતુ ખોલાવવા જાવ છું કહીને નિકળેલ યુવાન ગુમ મોરબીમાં કેન્સરની બિમારીથી પીડાતા યુવકનું મોત નિપજયું મોરબી રોટરી ક્લબ દ્વારા જીલ્લા ક્ષય કેન્દ્ર ખાતે ટીબીના દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરાયું મોરબી નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનનું મોત નિપજાવનાર અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધાયો મોરબીના વનાળીયા ગામે સીમમાંથી બે ઇલેક્ટ્રીક મોટર-કેબલ વાયરની ચોરી મોરબી નજીક હોટલ પાસે જાહેરમાં જુગાર રમતા 5 શખ્સ પકડાયા મોરબીમાં દુષ્કર્મ, દારૂ કેસમાં ફરાર આરોપીઓ તથા ચોરીના ગુનામાં આરોપી પકડાયા, દારૂમાં સંડોવાયેલ એકને હદપાર કરાયો મોરબીના શનાળા અને બહાદુરગઢ ગામે મારામારી : નવ ઇજાગ્રસ્તો સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં પત્નીની સાથે વાત કરતી મહિલાને ધોકા વડે માર મરનારા શખ્સની ધરપકડ


SHARE





મોરબીમાં પત્નીની સાથે વાત કરતી મહિલાને ધોકા વડે માર મરનારા શખ્સની ધરપકડ

મોરબીમાં શક્તિ ચેમ્બરની પાછળના ભાગમાં આવેલ ઉમિયાનગરમાં રહેતી મહિલા પોતાના ઘર તરફ જતી હતી ત્યારે તેને એક મહિલાએ ઊભી રાખી હતી જેથી કરીને તે મહિલા તેની સાથે વાત કરી રહી હતી ત્યારે જે મહિલાએ ફરિયાદી મહિલાને ઊભી રાખી હતી તેના પતિએ ત્યાં આવીને બોલાચલી કરી ઝઘડો કર્યો હતો અને ધોકા વડે મહિલાને માર માર્યો હતો જે ગુનામાં પોલીસે આરોપીની ધરપકડ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં શક્તિ ચેમ્બરની પાછળના ભાગમાં ઉમિયાનગરમાં રહેતા અનિતાબેન જેસીંગભાઇ સોલંકી (૪૨) એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લલિતભાઈ રાઠોડ રહે ઉમિયાનગર વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી કે તેઓ સીરામીક સીટીથી ચાલીને પોતાના ઘર તરફ જતા હતા ત્યારે આરોપીના પત્ની રવિનાબેને તેના ઊભા રાખ્યા હતા જેથી તે ઊભા રહીને તેની સાથે વાતચીત કરતા હતા દરમિયાન આરોપીએ ત્યાં આવીને બોલાચાલી અને ઝઘડો કર્યો હતો અને ગાળો આપી હતી ત્યારે ગાળો આપવાની ના પાડતા આરોપી તેના ઘરમાંથી લાકડાનો ધોકો લાવ્યો હતો અને ફરિયાદીને ડાબા હાથેબંને પગે અને માથાના ભાગે ધોકા વડે માર માર્યો હતો જેની ફરિયાદ આધારે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના જે.જે. ડાંગર દ્વારા આરોપી લલિતભાઈ  નારણભાઇ રાઠોડ (૩૪) રહે. ઉમિયાનગર વાળાની ધરપકડ કરેલ છે






Latest News