મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં દિવ્યાંગ તાલીમાર્થીઓને પ્રમાણપત્ર વિતરણ-બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો


SHARE













મોરબીમાં દિવ્યાંગ તાલીમાર્થીઓને પ્રમાણપત્ર વિતરણ-બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

નવજીવન વિકલાંગ સેવાશ્રય દ્વારા દિવ્યાંગ તાલીમાર્થીઓને પ્રમાણપત્ર વિતરણ અને બ્લડ ડોનેશનનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે કલેક્ટર જી.ટી.પંડ્યા સહિતના હાજર રહ્યા હતા અને તેના વરદ હસ્તે સફળતા પૂર્વક તાલીમ પ્રાપ્ત કરનાર ૧૮૦ જેટલા દિવ્યાંગોને તાલીમ પ્રમાણપત્રો અર્પણ કરાયા હતા

મોરબીમાં પંચમુખી હનુમાનજી મહારાજ મંદિરના સત્સંગ હોલમાં નવજીવન વિકલાંગ સેવાશ્રય દ્વારા છેલ્લા છ માસમાં ૮૫૦ જેટલા દિવ્યાંગોને પોતે પોતાના પગ પર ઉભા રહી શકે,કમાણી કરી પોતાનું ગુજરાન ચલાવી શકે, દિવ્યાંગોનું પુનર્વસન થાય એવા હેતુસર CEDA ના સહયોગથી નવજીવન દિવ્યાંગ સેવાશ્રય દ્વારા પ્રમાણપત્ર વિતરણ અને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં 25બેગનું રક્તદાન થયું હતું અને તાજેતરમાં જ ૧૮૦ તાલીમાર્થીઓએ તાલીમ પૂર્ણ કરેલ એ દિવ્યાંગ તાલીમાર્થીઓને પ્રમાણ પત્ર અર્પણ કરતા કલેક્ટર જી.ટી.પંડ્યાએ નવજીવન સેવા ટ્રષ્ટની સેવાને બિરદાવી હતી અને દિવ્યાંગ પુનર્વસનની પ્રવૃત્તિઓ વર્ણવી હતી, વિપુલભાઈ શેરસિયા જિલ્લા બાળ સુરક્ષા અધિકારી, ભરતભાઈ પરમાર ક્લાર્ક સમાજ સુરક્ષા વિભાગ,બી.એ.સોલંકી નિવૃત મામલતદાર,કમલેશભાઈ દલસાણીયા શિક્ષક તેમજ જીતેન્દ્રભાઈ જોષી સ્થાપક સેક્રેટરી નવજીવન વિકલાંગ સેવાશ્રય વગેરેએ સંબોધનમાં દિવ્યાંગ વ્યક્તિઓ કામને બિરદાવ્યા હતા,દિવ્યાંગો જીવનમાં ખુબજ આગળ વધે એવી શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી અને સરકાર દ્વારા દિવ્યાંગોને અપાતા લાભો,સહાય વગેરેની વિસ્તૃત ચર્ચા કરી હતી.સમગ્ર કાર્યક્રમનું સફળ અને સુચારૂ સંચાલન દિનેશભાઈ વડસોલા અધ્યક્ષ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા કરવામાં આવ્યું હતું,સમગ્ર કાર્યક્રમનું વ્યવસ્થાપન,આયોજન અને અમલીકરણમાં બળવંતભાઈ જોશી,જયેશભાઈ રંગાડીયા તેમજ નવજીવન વિકલાંગ સેવાશ્રયના તમામ કાર્યકર્તાઓએ ખુબજ જહેમત ઉઠાવી હતી, અનિલભાઈ વાઘેલા પંચમુખી હનુમાનજી મંદિર ટ્રષ્ટના ટ્રષ્ટિએ તમામ વ્યવસ્થા પુરી પાડી હતી.






Latest News