મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય બ્મોરબીમાં બેંકની બેદરકારી સબબ સબસીડી ન મળતા દાખલ કરાયેલ ફરીયાદમાં ફરીયાદી તરફે ચુકાદો આપતી ગ્રાહક ટ્રીબ્યુનલ મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાકૃતિક ખેત ઉત્પાદન-વેચાણ કેન્દ્રનો રાજ્યમંત્રીની હાજરીમાં કરાયો પ્રારંભ ભુજમાં નવા બાયપાસ માર્ગો માટે સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને કરી રજુઆત
Breaking news
Morbi Today

મોરબીના કોયલી ગામે જાહેરમાં જુગાર રમતા છ શખ્સ ઝડપાયા


SHARE









મોરબીના કોયલી ગામે જાહેરમાં જુગાર રમતા છ શખ્સ ઝડપાયા

મોરબી તાલુકાના કોયલી ગામે જાહેરમાં ઝાડ નીચે જુગાર રમતા છ શખ્સો મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી ૩૮૭૦૦ ની કિંમતની રોકડ કબજે કરી હતી અને તેની સામે જુગારધારા હેઠળ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના કાસા કોયલી ગામે લગ્ન સમિતિના હોલ પાસે ઝાડ નીચે જાહેરમાં જુગાર રમતા હોવાની મોરબી એલસીબીની ટીમને બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા દિનેશભાઈ પુનાભાઈ ડાંગર (૪૨), ગોવિંદભાઈ હરજીવનભાઈ પનારા (૫૦), પરેશભાઈ દેવાભાઈ રાણીપા (૩૩), શૈલેષભાઈ સવજીભાઈ ઘોડાસરા (૪૧), પ્રભુભાઈ તળશીભાઇ બાવરવા (૬૩) અને મુકેશભાઈ ધીરુભાઈ પીપળીયા (૩૫) જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી ૩૮૭૦૦ ની રોકડ કબજે કરી હતી અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News