મોરબીમાં સામું જોવા બાબતે યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં દુકાન સામે સુવાની ના પાડતા વેપારી યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં માતાએ ઠપકો આપતા એપાર્ટમેન્ટના ચોથા માળ ઉપરથી ઝંપલાવીને સગીરાએ કર્યો આપઘાત: હળવદના રણજીતગઢ ગામે ઝેરી જનાવર કરડી જતા પાંચ વર્ષની બાળકીનું મોત માળીયા (મી)ના વેજલપર ગામે કેનાલના પાણીમાં ડૂબી જતા વૃદ્ધનું મોત: કુંતાસી ગામે ઝેરી દવા પી ગયેલ વૃદ્ધનું સારવારમાં મોત મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય
Breaking news
Morbi Today

હળવદમાં ઘરમાં ભાડે રાખીને જુગારનો અખાડો !: ૮ જુગારી ૫૮,૦૦૦ ની રોકડ સાથે પકડાયા


SHARE









હળવદમાં ઘરમાં ભાડે રાખીને જુગારનો અખાડો !: ૮ જુગારી ૫૮,૦૦૦ ની રોકડ સાથે પકડાયા

હળવદ બસ સ્ટેન્ડ પાછળ રબારીવાસમાં ઘરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે એલસીબીની ટીમે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ઘરમાં જુગાર રમતા આઠ જુગારી પકડાયા હતા જેથી પોલીસે રોકડા ૫૮,૦૦૦ નો મુદામાલ કબજે કર્યો હતો અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશને જુગાર ધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી હતી

મોરબી જિલ્લા એલસીબીના પીઆઇ ડી.એમ. ઢોલની સૂચના મુજબ એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડની ટિમ કામ કરી રહી છે ત્યારે ચંદુભાઇ કાણોતરા, તેજસ વિડજા, દશરથસિંહ પરમાર, ભરતભાઇ જીલરીયાને સંયુકતમાં હકીકત મળેલ કે, હળવદ રબારીવાસમાં રહેતા પ્રતાપભાઇ પ્રભુભાઇ રબારીએ ભાડેથી રાખેલ પોતાના કબ્જા ભોગવટા વાળા મકાનમાં બહારથી માણસો બોલાવીને જુગાર રમાડે છે જેથી કરી એલસીબીની ટીમે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે પ્રતાપભાઇ પ્રભુભાઇ કલોતરા (૫૧), પ્રદિપભાઇ ગોકળભાઇ બાર (૪ર), અજીતભાઇ સોમાભાઇ ગોહિલ (૩૯), દેવજીભાઇ કેશવજીભાઇ અધારા (૬૫), રણજીતભાઇ વિરમભાઇ ખેર (૪૫), નટુભાઇ અમરશીભાઇ નારીયાણી (૫૦), જયતિભાઇ મોહનભાઇ સોનગ્રા (૩૯) અને હરેશભાઇ ખીમજીભાઇ ચાડમીયા (૪૩) રહે. બધા જ હળવદ શહેર અને તાલુકા વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૮ જુગારીઓની ૫૮,૦૦૦ ની રોકડ સાથે ધરપકડ કરી હતી




Latest News