માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં યુવાનનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ મોરબીમાં આજ રાતના સતવારા સમાજ સંગઠન દ્રારા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર, રવિવારે રાતના ભારતીય વિચાર મંચ દ્વારા યુવા મંચ કાર્યક્રમનું આયોજન મોરબીમાં ભારતી વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા સ્મશાનની પવિત્ર ભૂમિ ઉપર તિરંગો લહેરાવીને સલામી અપાઈ મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો
Breaking news
Morbi Today

મોરબીમાં કપડાંના વેપારીને ૧૮થી ૩૦ ટકાના વ્યાજે રૂપિયા આપીને પઠાણી ઉઘરાણી: ચાર સામે ફરિયાદ


SHARE







મોરબીમાં કપડાંના વેપારીને ૧૮થી ૩૦ ટકાના વ્યાજે રૂપિયા આપીને પઠાણી ઉઘરાણી: ચાર સામે ફરિયાદ

મોરબીમાં વર્ષ ૨૦૨૦ માં રેડિમેડ કાપડની દુકાન કરનારા વેપારીને તેની દુકાનમાં માલ ભરવો હતો જેથી કરીને તેને સમયાંતરે જુદાજુદા ચાર વ્યક્તિઓ પાસેથી ૧૮ થી લઈને ૩૦ ટકા સુધીના ઊંચા વ્યાજે રૂપિયા લીધા હતા અને તેની સામે તેને વ્યાજ તેમજ મુદલ પરત આપી દીધી છે તો પણ તેની પાસેથી વધુ રૂપિયા પડાવવા માટે તેની પાસેથી બેન્કના કોરા ચેક લેવામાં આવ્યા હતા અને ત્યારે બાદ તે યુવાનને તેના કાકાના દીકરાની દુકાને આવીને લાફા માર્યા હતા જેથી ભોગ બનેલા યુવાને હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ચાર વ્યાજખોરોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ ઘુનડા(સજનપર)ના રહેવાસી અને હાલમાં મોરબી નજીકના રવાપર ગામે આવેલ હનુમાનજીના મંદિરની પાછળના ભાગમાં રામસેતુ સોસાયટી અમરશીભાઇ કાસુન્દ્રા ના મકાનમાં ભાડેથી રહેતા યશભાઇ ભીમજીભાઇ રંગપરીયા જાતે પટેલ (૨૩)એ મયુરભાઇ બાબુભાઇ ડાંગર રહે. રવાપર રોડ રાજબેંક સામે મોરબી, યશભાઇ રાજુભાઇ ડાંગર રહે. રવાપર રોડ રાજબેંક સામે મોરબી, માધવ ઉર્ફે મેહુલ લાખાભાઇ જીલરીયા રહે. રવાપર ગામ, વિશાલ ઉર્ફે વીડી ડાંગર રહે. રવપર ગામ અને કિશન કુભાંરવાડીયા રહે. રવાપર રોડ મોરબી વાળાની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન્મા ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીના રવાપર રોડે રાજબેંક પાસે આરોપી મયુરભાઈ અને યશભાઈની ઓફીસે તથા રવાપર ચોકડી પાસે કોહીનુર કોમ્પલેક્ષ પાસે અને રવાપર ગામ બનાવ બનેલ છે જેમાં ફરિયાદીએ વર્ષ ૨૦૨૦ થી આજદીન સુધી આરોપીઓ પાસેથી ઉંચા વ્યાજે રૂપીયા લીધેલ હતા જેમાં આરોપી મયૂરભાઈએ ૫,૦૦,૦૦૦ માસીક ૩૦ ટકા લેખે, યશભાઈએ ૫,૦૦,૦૦૦ માસીક ૩૦ ટકા લેખે, માધવભાઈએ ૯,૦૦,૦૦૦ માસીક ૨૧ ટકા લેખે, વિશાલભાઈએ ૭,૦૦,૦૦૦ માસીક લેખે ૧૮ ટકા લેખે આપેલ હતા અને આરોપીઓને વ્યાજ તથા મુડી પરત આપી દીધેલ હોવા છતા પણ ચારેય આરોપીઓ દ્વારા ફરીયાદી પાસે આઇડીબીયાઈ બેંકના ફરીયાદીની સહી વાળા કોરા બે-બે ચેક બળજબરી પુર્વક લઈ લેવામાં આવેલ છે અને આરોપી વિશાલભાઈ તેમજ કિશને ફરીયાદીના કાકાના દીકરાની દુકાને જઇને ફરીયાદી પાસે રૂપીયાની ઉઘરાણી કરી હતી અને ફરીયાદીને ગાળો આપી એક થપ્પડ મારી હતી અને રૂપીયાની પઠાણી ઉઘરાણી કરી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઇપીસી કલમ ૩૮૪૩૨૩૫૦૪૫૦૬(૨)૧૧૪ તથા ગુજરાત નાણા ધીરધાર કરનારાઓ બાબતનો અધિનિયમ ૨૦૧૧ ની કલમ ૪૦૪૨ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News