મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત ભુજ-દિલ્હી વચ્ચે 25 મી ઓકટોમ્બરથી વધુ એક ફ્લાઈટ શરૂ થશે: સાંસદ વિનોદભાઈ ચાવડા વાંકાનેરમાં સ્મશાનમાં દારૂ પીતા શખ્સોએ મારજુડ કરીને ત્રાસ આપતા આધેડે કર્યો આપઘાત: 6 સામે ફરિયાદ મોરબીમાં સામું જોવા બાબતે યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં દુકાન સામે સુવાની ના પાડતા વેપારી યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં માતાએ ઠપકો આપતા એપાર્ટમેન્ટના ચોથા માળ ઉપરથી ઝંપલાવીને સગીરાએ કર્યો આપઘાત: હળવદના રણજીતગઢ ગામે ઝેરી જનાવર કરડી જતા પાંચ વર્ષની બાળકીનું મોત
Breaking news
Morbi Today

બનાસકાંઠા જિલ્લાના વૃદ્ધને કારમાં બેઠા વાંકાનેરના કેરાળા નજીક હાર્ટ એટેક આવતા મોત


SHARE









બનાસકાંઠા જિલ્લાના વૃદ્ધને કારમાં બેઠા વાંકાનેરના કેરાળા નજીક હાર્ટ એટેક આવતા મોત

બનાસકાંઠા જિલ્લાના ભાભોરના રહેવાસી વૃદ્ધ કારમાં માટેલથી ચોટીલા જતા હતા ત્યારે કેરાળા ગામના બોર્ડ પાસે તેઓને હાર્ટ એટેક આવી જતા તેને તાત્કાલિક વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે બનાસકાંઠા જિલ્લાના ભાભોરના રહેવાસી રાજેશભાઈ ધીરજલાલ ઠક્કર (૫૬) નામના વૃદ્ધ કારમાં બેસીને માટેલથી ચોટીલા તરફ જવાના રસ્તા ઉપર કેરાળા ગામના બોર્ડ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેને હાર્ટ અટેક આવતા તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસીને તેને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના વનરાજસિંહ અભેસિંહ ઝાલા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબી નજીકના સનાળા ગામ પાસે શક્તિ માતાજીના મંદિરથી આગળના ભાગમાં બાઈક લઈને મોરબીની દલવાડી ચોકડી પાસે આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનાના બિલ્ડીંગ નંબર-૩, બી-૩ માં રહેતા ભાવેશભાઈ રમણીકભાઈ રાઠોડ જાતે અનુ. જાતિ (૪૫) જઈ રહ્યા હતા ત્યારે હુન્ડાઈ કાર નંબર જીજે ૩૬ એલ ૮૫૯૩ ના ચાલકે તેના બાઈકનું ઓવરટેક કર્યો હતો અને તુરંત જ આગળ જઈને કારને અચાનક બ્રેક મારી હતી અને કોઈ પણ પ્રકારનો સિગ્નલ આપ્યા વગર ડાબી બાજુ કારને વાળી લેતા ફરિયાદીનું બાઈક કારની પાછળના ભાગે અથડાયુ હતું અને અકસ્માતનો બનવા બનેલ હતો જેમાં ફરિયાદીને ડાબા હાથની કોણી અને પંજામાં ફ્રેક્ચર જેવી ઈજા થઈ છે જેથી તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવેલ છે અને સારવાર લીધા બાદ હાલમાં તેણે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુના નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ.પી. ઝાલા ચલવી રહ્યા છે




Latest News