મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત ભુજ-દિલ્હી વચ્ચે 25 મી ઓકટોમ્બરથી વધુ એક ફ્લાઈટ શરૂ થશે: સાંસદ વિનોદભાઈ ચાવડા વાંકાનેરમાં સ્મશાનમાં દારૂ પીતા શખ્સોએ મારજુડ કરીને ત્રાસ આપતા આધેડે કર્યો આપઘાત: 6 સામે ફરિયાદ મોરબીમાં સામું જોવા બાબતે યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં દુકાન સામે સુવાની ના પાડતા વેપારી યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં માતાએ ઠપકો આપતા એપાર્ટમેન્ટના ચોથા માળ ઉપરથી ઝંપલાવીને સગીરાએ કર્યો આપઘાત: હળવદના રણજીતગઢ ગામે ઝેરી જનાવર કરડી જતા પાંચ વર્ષની બાળકીનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં સસરાના ઘરે આવેલા યુવાનને તેની બહેનની સાથે પ્રેમ લગ્ન કરનાર સહિતના બે શખ્સોએ માર માર્યો


SHARE









મોરબીમાં સસરાના ઘરે આવેલા યુવાનને તેની બહેનની સાથે પ્રેમ લગ્ન કરનાર સહિતના બે શખ્સોએ માર માર્યો

વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ સીરામીક કારખાનાની ઓરડીમાં રહેતા યુવાનની બહેને દસ વર્ષ પહેલાં પ્રેમ લગ્ન કર્યા હતા જો કે, તેઓની સાથે બોલવાનો પણ સબંધ નથી દરમ્યાન યુવાન મોરબીમાં સબજેલ સામે આવેલ વણકરવાસમાં તેની પત્ની સાથે સાસરાના ઘરે આવ્યો હતો ત્યારે તે યુવાનની બહેન સાથે પ્રેમ લગ્ન કરનાર શખ્સે ત્યાં આવીને “તું અહીં કેમ આવ્યો” તેમ કહીને તે યુવાનને ઘરની બહાર બોલાવ્યો હતો ત્યારબાદ તેને ધોકા વડે અને ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો જેથી ઈજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા ત્યાં સારવાર લીધા બાદ હાલમાં ભોગ બનેલા યુવાન દ્વારા તેની બહેન સાથે પ્રેમ લગ્ન કરનાર સહિત બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ એસ્ટ્રોન સીરામીક કારખાનાની ઓરણીમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતાં રોહિતભાઈ રમેશભાઈ વાઘેલા જાતે અનુ. જાતિ (૩૩)એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેની બહેનની સાથે પ્રેમ લગ્ન કરનાર ગેલાભાઈ ભીખાભાઈ નૈયા અને તેના ભાણેજ પ્રકાશભાઈની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે તે પોતાના પત્ની જ્યોતિબેન સાથે મોરબીના સબજેલ સામે વણકરવાસમાં રહેતા તેના સસરાના ઘરે આવ્યો હતો અને ત્યાં તે લોકો સુવાની તૈયારી કરતા હતા ત્યારે ગેલાભાઈ ભીખાભાઈ નૈયા અને તેનો ભાણેજ પ્રકાશ ત્યાં આવ્યા હતા અને જેમ ફાવે તેમ ગાળો આપવા લાગ્યા હતા અને “તું અહીં કેમ આવ્યો” તેમ કહીને ફરિયાદીને ઘરની બહાર બોલાવ્યો હતો ત્યારબાદ તેની સાથે જપાજપી કરી ઢીકા પાટીનો માર માર્યો હતો અને ગેલાભાઈએ પોતાના હાથમાં રહેલ ધોકા વડે માર માર્યો હતો અને તેની સાથે આવેલ પ્રકાશે ગાળો આપીને ઢીકાપાટુનો માર માર્યો હતો જેથી કરીને ભોગ બનેલ યુવાને બુમાં બુમ કરવા લાગતા તેના સસરા સહિતના લોકો ઘરની બહાર આવ્યા હતા અને તેને છોડાવ્યો હતો ત્યારબાદ તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર લીધા બાદ હાલમાં ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે વધુમાં યુવાને જણાવ્યું છે કે, અગાઉ દસ વર્ષ પહેલા તેના બહેન સુમને ગેલાભાઈ સાથે પ્રેમ લગ્ન કરેલ છે અને તેઓની સાથે બોલવાનો પણ સંબંધ તે લોકોને નથી જે બાબતનો મન દુઃખ રાખીને ફરિયાદી જ્યારે તેના સસરાના ઘરે આવ્યો હતો ત્યારે ગેલાભાઈ તથા તેના ભાણેજ પ્રકાશભાઈએ ત્યાં આવીને બોલાચાલી કરી હતી ઢીકાપાટુ અને ધોકા વડે માર મારેલ છે હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News