મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત ભુજ-દિલ્હી વચ્ચે 25 મી ઓકટોમ્બરથી વધુ એક ફ્લાઈટ શરૂ થશે: સાંસદ વિનોદભાઈ ચાવડા વાંકાનેરમાં સ્મશાનમાં દારૂ પીતા શખ્સોએ મારજુડ કરીને ત્રાસ આપતા આધેડે કર્યો આપઘાત: 6 સામે ફરિયાદ મોરબીમાં સામું જોવા બાબતે યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં દુકાન સામે સુવાની ના પાડતા વેપારી યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં માતાએ ઠપકો આપતા એપાર્ટમેન્ટના ચોથા માળ ઉપરથી ઝંપલાવીને સગીરાએ કર્યો આપઘાત: હળવદના રણજીતગઢ ગામે ઝેરી જનાવર કરડી જતા પાંચ વર્ષની બાળકીનું મોત
Breaking news
Morbi Today

મોરબી પાલિકાની ચૂંટણીને ધ્યાને રાખીને આપ દ્વારા તૈયારીઓ શરૂ


SHARE









મોરબી પાલિકાની ચૂંટણીને ધ્યાને રાખીને આપ દ્વારા તૈયારીઓ શરૂ

મોરબી આમ આદમી પાર્ટીએ મોરબી પાલિકાની આગામી ચુંટણી ધ્યાને લઈને તૈયારીએ શરૂ કરી છે અને આ ચુંટણીમાં પ્રજાના પ્રશ્નોને ધ્યાનમા રાખીને પ્રજાના પ્રશ્નોનુ નિરાકરણ લાવી શકે એવા ઉમેદવારો મેદાનમા ઉતારવામા આવશે તેવું આગેવાનોએ જણાવ્યુ છે

આમ આદમી પાર્ટી મોરબી દ્વારા આગમી મોરબી પાલિકાની ચુંટણીને અનુલક્ષીને એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જીલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરિયા, જીલ્લા પ્રમુખ ગીરીશભાઈ પેથાપરા, જિલ્લા મહામંત્રી ભરતભાઈ બારોટ, શહેર પ્રમુખ હિતેશભાઈ ભટ્ટ, કો-ઓબ્ઝર્વર એડવોકેટ ભાવિન ફેફર દ્વારા આગામી મોરબી નગરપાલિકા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રણનીતિ અને મહત્વના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી અને ભ્રષ્ટાચાર સામેની આ લડાઈમાં પહેલા આમ આદમી પાર્ટી મોરબીએ પ્રજા સમક્ષ ઉમેદવારી નોંધાવવા માટે પત્ર જાહેર કર્યું છે. અને આવનારી નગરપાલિકા ચૂંટણીમા પ્રજાના પ્રશ્નોને ધ્યાનમા રાખીને પ્રજાના પ્રશ્નોનુ નિરાકરણ લાવી શકે એવા ઉમેદવારો મેદાનમા ઉતારવામા આવશે તે અંગેની પણ ચર્ચા કરવામાં આવી હતી




Latest News