રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીમાં ઓડિયો વાઇરલ થયા બાદ થયેલી મારામારીના ગુનામાં વધુ પાંચ આરોપીઓની ધરપકડ


SHARE









મોરબીમાં ઓડિયો વાઇરલ થયા બાદ થયેલી મારામારીના ગુનામાં વધુ પાંચ આરોપીઓની ધરપકડ

મોરબી પંથકમાં થોડા સમય પહેલા ધારાસભ્યનો એક ઓડિયો વાયરલ થયેલ હતો જેમાં માળિયા તાલુકા યુવા ભાજપના ઉપપ્રમુખ અને મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય વાતચીત કરતા હતા અને ત્યાર બાદ ઓડિયોમાં વાત કરી રહેલા માળિયા મીયાણા તાલુકા યુવા ભાજપના ઉપપ્રમુખને માર મારવામાં આવ્યો હતો જેની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે આ ગુનામાં હાલમાં વધુ પાંચ આરોપીઓની ધરપકડ કરીને તેની પાસેથી વાહન તમજ હથિયાર કબજે કરેલ છે

મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર આવેલ રવાપર સીડેન્સી હરીદર્શન એપાર્ટમેન્ટ ફલેટ નં. ૭૦૨ માં રહેતા પ્રજ્ઞેશભાઇ ઉર્ફે રઘો રમેશભાઇ ગોઠી જાતે પટેલ (૩૨)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને અમીતભાઇ દેવાભાઇ અવાડીયા સહિતનાઓની સામે થોડા સમય પહેલા ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, તેને મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સાથે ફોન ઉપર વાત કરી હતી જે ઓડિયો મોરબીના સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો જે સોશીયલ મીડીયામાં વાયરલ થવામાં અમિતભાઈ દેવાભાઇ અવાડિયાનુ નામ જાહેર નહીં કરવા બાબતે ફરિયાદીને રૂબરૂમાં ધમકી આપી હતી ત્યાર બાદ રવાપર ચોકડીએ તેને બોલાવીને અમિતભાઈ અને તેની સાથે અજાણ્યા શખ્સોએ ધોકા તથા પાઇપ વડે માર માર્યો હતો જે ફરિયાદના આધારે પોલીસે આ ગુનામાં પહેલા આરોપી અમીતભાઇ દેવાભાઇ અવાડીયાની ધરપકડ કરી હતી ત્યાર બાદ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર.એન. ભટ્ટ અને તેની ટીમ દ્વારા આરોપી સતિશ ઉર્ફે સત્તુ વેલજીભાઈ ડાભી જાતે સતવારા (૨૨) રહે. અવની ચોકડી મોરબી, અંકિત રાણાભાઈ અવાડિયા જાતે આહિર (૨૫) રહે. ન્યુ ગાયત્રી વાવડી રોડ મોરબી, જયકિશન ઉર્ફે જેકી ભાનુભાઈ અવાડિયા જાતે આહિર (૨૩) રહે. સિલ્વર પાર્ક સોસાયટી મોરબી, ઓમ સુરેશભાઈ કોઠીયા જાતે પટેલ (૨૧) રહે. સરદાર સોસાયટી રવાપર રોડ મોરબી અને અરુણ રામભાઈ ડાંગર જાતે આહિર (૩૮) રહે. ધરતી પાર્ક સોસાયટી પંચાસર રોડ મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને આરોપીઓ પાસેથી થાર, વર્ના, એકટીવા અને મોટરસાયકલ તેમજ લાકડાના ધોકા પોલીસે કબજે કર્યા છે




Latest News