હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત
Breaking news
Morbi Today

મોરબી: ઉછીના રૂપિયા લેતા સમયે ડૉક્યુમેન્ટ આપનારા સાવધાન નહીં તો કારણો વગર લાગી જશો ધંધે !


SHARE







મોરબી: ઉછીના રૂપિયા લેતા સમયે ડૉક્યુમેન્ટ આપનારા સાવધાન નહીં તો કારણો વગર લાગી જશો ધંધે !

મોરબીની હોટલમાં ખોટા નામ-આધાર કાર્ડથી રોકાણ કરનાર આરોપી જેલ હવાલે

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ પાસે ૮ કરોડની ખંડણી માગનાર શખ્સ મોરબીની હોટલોમાં ખોટા આધાર કાર્ડ રજૂ કરીને ખોટું નામ ધારણ કરીને રોકાયો હતો જેની સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો હતો જે ગુનામાં પોલીસે આરોપીની ધરપકડ કરીને કોર્ટમાં તેને રજૂ કરીને રિમાન્ડ લીધા હતા જે રિમાન્ડ પૂરા થતાં આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને હવે કોર્ટના આદેશ મુજબ આરોપીને જેલ હવાલે કરવા માટેની તજવીજ કરવામાં આવી છે

મૂળ રાજકોટના સરધાર ગામના રહેવાસી અને હાલમાં અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં રાધાસ્વામી રો-હાઉસ ચાણક્યપુરી ખાતે રહેતા જિનેન્દ્ર ભરતભાઈ શાહ (૨૫) અને વિજયસિંહ રાજપુત તથા તપાસમાં ખુલે તેની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ગુનો નોંધાયો હતો જેમાં આરોપી જિનેન્દ્ર ભરતભાઈ શાહ (૨૫)ની ધરપકડ કરવામાં આવી છે આ આરોપીએ જિનેન્દ્ર શાહ પોતાની સાચી ઓળખ છુપાવીને મોરબીના જેલ રોડ ઉપર આવેલ જે.કે. હોટલ તથા શનાળા રોડ ઉપર આવેલ મહેશ હોટલ ખાતે રોકાયો હતો અને ત્યારે તેણે નિલેશ નારણભાઈ પોશિયા રહે. જુનાગઢ વાળાનું આધાર કાર્ડ રજૂ કર્યું હતું જેથી આમ ખોટું નામ ધારણ કરીને તથા ખોટું આધાર કાર્ડ રજૂ કરીને નિલેશ પોશિયાના નામથી જ તેણે સહી પણ કરી હતી અને આઈડી પ્રૂફ પોતાના નહીં હોવાનું જાણતો હોવા છતાં પણ પોતાની ઓળખ છુપાવવા માટે થઈને આ શખ્સ દ્વારા ખોટા નામે હોટલમાં રૂમ બુક કરવામાં આવ્યા હતા અને ત્યાં રોકાણ કરવામાં આવ્યું હતું

આ આઈડી પ્રૂફની વ્યવસ્થા તેને વિજયસિંહ રાજપુત દ્વારા કરી આપવામાં આવી હતી જેથી હોટલના રજીસ્ટરોમાં ખોટા ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી ખોટી સહી કરી અને રૂમ ભાડે રાખવામાં આવ્યા હતા અને ત્યાં રોકાણ કરવામાં આવ્યું હતું માટે જમ ભાડે રાખનાર તથા ખોટા આઇડી પ્રૂફની વ્યવસ્થા કરી આપનાર અને તપાસમાં જેના નામ સામે આવે તેની સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આરોપી જિનેન્દ્ર ભરતભાઈ શાહ (૨૫) વાળાનો સુરતથી કબ્જો લઈને હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસે તેની ધરપકડ કરેલ હતી અને તેને અગાઉ રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે તેના રિમાન્ડ મંજૂર કર્યા હતા

જો કે, રિમાન્ડ પૂરા થતાં આરોપીને આજે ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને કોર્ટના આદેશ મુજબ તેને જેલ હવાલે કરવામાં આવશે વધુમાં પોલીસ તપાસમાં એવી માહિતી સામે આવી છે કે, જેનું આધાર કાર્ડ અને નામ વાપરીને આ શખ્સ મોરબીની હોટલમાં રોકડાયો હતો તેને કશું જ ખબર નથી અને તે વ્યક્તિએ વિજયસિંહ રાજપુત પાસેથી રૂપિયા ઉછીના લીધા હતા જેની સામે તેને આધાર કાર્ડની ઝેરોક્ષ આપી હતી જેનો ઉપયોગ કરવા માટે જિનેન્દ્ર શાહ દ્વારા કરવામાં આવેલ છે તેવું એ ડિવિઝનના પીઆઇ હકૂમતસિંહ જાડેજા પાસેથી જાણવા મળેલ છે






Latest News