મોરબીની તિરુપતિ સોસાયટીમાં ઘરમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત: સરસ્વતી સોસાયટીમાં ઘરના બાથરૂમમાં જાત જલાવીને આધેડ મહિલાએ કર્યો આપઘાત મોરબીમાં બોલેરો પાછળથી અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇવી કારમાં નુકશાન મોરબી તાલુકા વિસ્તારમાં જુદાજુદા બે બનાવમાં યુવાન-આધેડનું મોત: હળવદના મિયાણી નજીક કેનાલના પાણીમાં ડૂબી જતાં યુવાનનું મોત મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત
Breaking news
Morbi Today

મોરબીના પંચાસર રોડે ઘરમાંથી ૧૨૧ બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો


SHARE













મોરબીના પંચાસર રોડે ઘરમાંથી ૧૨૧ બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો

મોરબીના પંચાસર રોડ પર રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત એલસીબીની ટીમને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને ૧૨૧ બોટલ મળી આવતા પોલીસે ૩૭,૦૪૮ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કરી એક શખ્સની ધરપકડ કરેલ છે અને તેની સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ જનકનગર-૨ માં રહેતા યાકુબ ઉર્ફે અલીના ઘરમાં દારૂનો જથ્થો હોવાની એલસીબીની ટીમને બાતમી મળી હતી જેના આધારે એલસીબીની ટીમ દ્વારા તેના ઘરની અંદર દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને ૧૨૧ બોટલ મળી આવી હતી ત્યારે પોલીસે ૩૭.૪૮ રૂપિયાની કિંમતનો મુદામાલ સ્થળ ઉપરથી કબજે કર્યો હતો અને આરોપી યાકુબ ઉર્ફે અલી સાલેમામદ કેડા જાતે સંધિ (૩૦) રહે. પંચાસર રોડ જનકનગર-૨ મૂળ રહે બોડકી તાલુકો માળિયા વાળાની ધરપકડ કરેલ છે અને તેની સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે આગળની તપાસ શરૂ કરી છે

માર માર્યો

મોરબીના વાવડી રોડ ઉપર ગાયત્રીનગરમાં રહેતા હરીશભાઈ ચીમનલાલ સરવૈયા (૩૬) નામના યુવાનને મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી ઈજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની વધુ તપાસ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના હરેશભાઈ ચાવડા ચલાવી રહ્યા છે અને યુવાનને તેના ઘરે થયેલ મારામારીના બનાવવામાં ઈજા થઈ છે તેવું સામે આવ્યું છે

અકસ્માતમાં ઇજા

મોરબીના શક્તિ પ્લોટ વિસ્તારમાં રહેતો જેને વિમલભાઈ ઓઝા (૧૧) નામનો બાળક સાયકલ લઈને રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અકસ્માતે સાયકલ પરથી નીચે પડી જતા તેને ઇજા થઈ હતી જેથી ઈજા પામેલ બાળકને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News