મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

ઓહાપોહ: મોરબીના ૧૦૦ જેટલા કારખાનેદારોને ગુજરાત ગેસ કંપનીએ એમજીઓના લાકડા જેવા બિલ ફટકાર્યા


SHARE









ઓહાપોહ: મોરબીના ૧૦૦ જેટલા કારખાનેદારોને ગુજરાત ગેસ કંપનીએ એમજીઓના લાકડા જેવા બિલ ફટકાર્યા

મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસને ઉદ્યોગકારો દ્વારા ગેસ કંપનીની સાથે એમજીઓ કરીને મેળવવામાં આવે છે જો કે, ૧૦૦ જેટલા કારખાનેદારો દ્વારા એમજીઓ કરવા માટે ૧૦ દિવસ પહેલા કંપનીમા અરજી કરી હતી તો પણ કંપની તરફથી એમજીઓ કરવામાં આવેલ નથી એન ગેસ વાપરનારા ઉદ્યોગકારોને નોન એમજીઓ મુજબના બિલ આપવામાં આવ્યા હતા જેથી કરીને ઉદ્યોગકારોએ મોરબીમાં ગુજરાત ગેસ કંપનીની ઓફિસે જઈને બઘડાટી બોલાવી હતી

મોરબીના સિરામિક ઉધોગમાં ઇંધણ તરીકે વપરાતા નેચરલ ગેસના ભાવમાં ગેસ કંપની દ્વારા બે દિવસ પહેલા જ ભાવમાં બે રૂપિયાનો વધારો કરવામાં આવેલ છે જેથી કરીને મોરબીના સિરામિક ઉદ્યોગ ઉપર દૈનિક ૮૦ લાખ રૂપિયા કરતાનું વધુનું ભારણ વધી ગયું છે અને તેવામાં મોરબીના સિરામિક ઉદ્યોગકારોની મુશ્કેલીઓ ગેસ કંપની દ્વારા વધુ વધારો કરવામાં આવેલ છે જેમાં મોરબી સિરામિક એસો.ના આગેવાનોએ માહિતી આપતા જણાવ્યુ હતું કે ગેસ કંપનીની સાથે એમજીઓ કરીને અહીના ઉદ્યોગકારો ગેસ લેતા હોય છે અને એમજીઓ કરવા માટે અરજી કરવામાં આવે એટ્લે જેટલો ગેસ ઉદ્યોગકારો માંગે તેટલો આપવામાં આવતો હોય છે

જો કે, ગત ૧૨ ઓગસ્ટે ૧૦૦ જેટલા કારખાનેદારો દ્વારા એમજીઓ કરવા માટે અરજી કરવામાં આવી હતી અને કારખાનેદારોએ ગેસનો વપરાશ શરૂ કર્યો હતો જો કે, તે કારખાનેદારોને કંપનીએ એમજીઓ મુજબ નહીં પરંતુ નોન એમજીઓ મુજબ ગેસના બિલ આપેલ છે જેથી એમજીઓના ભાવ કરતાં તેને ૧૪ રૂપિયા પ્રતિ કયુબિક મીટર ગેસ મોંઘો પડે છે જેથી કરીને મોંઘવારીના સમયમાં તે કારખાનેદારો ટકી શકે તેમ નથી જેથી સિરામિક એસો.ની આગેવાનીમાં ૧૦૦ વધુ કારખાનેદારોએ ગેસ કંપનીમાં રજૂઆત કરીને તેઓના એમજીઓ કરી આપવામાં આવે તેવી માંગ કરી હતી ત્યારે ઉદ્યોગકારો અને આગેવાનોએ ગેસ કંપનીની ઓફિસરમાં બઘડાટી બોલાવી હતી ત્યારે મોરબી સિરમાઈક એસો.ના પ્રમુખ મુકેશભાઇ કુંડારિયા, હરેશભાઈ બોપલિયા, વિનોદભાઈ ભાડજા, માજી પ્રમુખ મુકેશભાઇ ઉઘરેજા, મણિભાઈ પટેલ, મનોજભાઇ પટેલ સહિતના સિરામિક ઉદ્યોગના આગેવાનો સહિતના હાજર રહ્યા હતા 




Latest News