મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ખાતે શિક્ષણ સાથે સંસ્કાર, માનવતા, પ્રકૃતિપ્રેમ અને પ્રતિભાનો અનોખો સંગમ મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલ ખાતે રાષ્ટ્રીય રમત ગમત દિવસની ઉજવણી કરાઇ હળવદના ચંદ્રગઢ અને રાયસંગપર ગામે જુગારની જુદીજુદી 2 રેડ 13 શખ્સો 1.85 લાખથી વધુના રોકડ સાથે પકડાયા મોરબીમાં ભાજપના હોદેદારને વ્યાજના ચક્રમાં ફસાવીને મારવા માટે મજબૂર કરનારા બે વ્યાજખોરની ધરપકડ મોરબી વન વિભાગમાં ટેન્ડરની સિક્યુરિટી પેટે બનાવટી એફડી રજૂ કરનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધાયો: તપાસ શરૂ હળવદના ઘનશ્યામપુર ગામ નજીકથી 500 લીટર દેશી દારૂનો જથ્થો ભરેલી ઇકો ગાડી સાથે 3 ઝડપાયા: 4 લાખનો મુદ્દામાલ કબજે, 1 ની શોધખોળ મોરબી શહેર, હળવદના રાણેકપર અને માળિયાના જૂના દેવગઢ ગામે જુગારની 4 રેડમાં 22 શખ્સો ઝડપાયા મોરબી મહાપાલિકાએ પાલિકાના સમયમાં બનેલા બિન ઉપયોગી બે શુલભ શોચલાય તોડી પાડ્યા
Breaking news
Morbi Today

હવે પાકિસ્તાન નથી જવું: હરિદ્વારના વિઝા લઈને ભારતમાં આવેલા બાળકો, મહિલાઓ સહિતના ૪૫ પાકિસ્તાનીઓ મોરબી જીલ્લામાં પહોચ્યા


SHARE





હવે પાકિસ્તાન નથી જવું: હરિદ્વારના વિઝા લઈને ભારતમાં આવેલા બાળકો, મહિલાઓ સહિતના ૪૫ પાકિસ્તાનીઓ મોરબી જીલ્લામાં પહોચ્યા

પાકિસ્તાનથી હરિદ્વારના વિઝા મેળવીને આવેલા જુદા જુદા પરિવારના કુલ મળીને બાળકો સહિત ૪૫ જેટલા લોકો હાલમાં મોરબી પહોંચ્યા છે અને તે લોકો હવે ભારતમાં જ રહેવા ઈચ્છતા હોય ભારત સરકાર પાસે અહીંયા રહેવા માટે તેને સહયોગ આપવાની અપીલ કરી રહ્યા છે કારણકે પાકિસ્તાનમાં મોંઘવારી દિવસેને દિવસે વધી રહે હોવાથી ત્યાં ગરીબ પરિવારો જીવી શકે તેમ નથી તેવું હાલમાં તે પાકિસ્તાનથી આવેલા પરિવાર સાથે આવેલા લોકો જણાવી રહ્યા છે

પાકિસ્તાનથી ઘણા બધા પરિવારો છેલ્લા વર્ષોમાં ભારતમાં વસવાટ કરવા માટે તેને આવી ગયા છે અને હજુ પણ દિવસેને દિવસે પાકિસ્તાન છોડીને લોકો ભારતમાં આવતા હોય તેવું જોવા મળી રહ્યું છે આટલું જ નહીં પરંતુ થોડા સમય પહેલા જે ગદર ટુ ફિલ્મ સનીદેવલની આવી તેમાં પણ એક ડાયલોગ આવે છે કે જો પાકિસ્તાનના લોકોને ભારતમાં રહેવાની છૂટ આપવામાં આવે તો મોટાભાગના લોકો પાકિસ્તાન છોડીને ચાલ્યા જાય તેમ છે તેવી જ રીતે પાકિસ્તાનના મીરપુર ખાસ ગામના રહેવાસીઓ ભારતમાં હરદ્વાર ખાતે દર્શન કરવા માટે થઈને વિઝા લઈને આવ્યા હતા અને તમામ હિન્દુ પરિવારના બાળકો મહિલાઓ સહિતના કુલ મળીને ૪૫ લોકો હરદ્વારમાં દર્શન કર્યા બાદ ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં પ્રથમ રહેવા લાગ્યા હતા

જોકે ત્યારબાદ તે લોકો સોમવારે રાત્રે મોરબી જિલ્લામાં પહોંચ્યા છે અને માળીયા ફાટક ચોકડી પાસે હતા ત્યારે આ લોકોમાં મોટાભાગના કોળી સમાજના હોવાની જણાતા કોળી સમાજના આગેવાન જગદિશભાઇ બાંભણીયાને જાણ કરવામાં આવી હતી જેથી કરીને તે ત્યાં પહોચ્યા હતા અને તેમણે બાળકો સહિત પાકિસ્તાનથી આવેલા ૪૫ જેટલા લોકોને રહેવા માટે મોરબી જિલ્લા કલેક્ટર કચેરીની પાછળના ભાગમાં આવેલ કોળી સમાજની વાડી ખાતે હાલ વ્યવસ્થા કરી આપેલ છે તેમજ કોળી સમાજના આગેવાનો દ્વારા તે લોકોને જમવા માટેની પણ વ્યવસ્થા કરી આપવામાં આવી છે

જોકે પાકિસ્તાનથી આવેલા ગેનાભાઇ ઠાકુર સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, પાકિસ્તાન છોડીને અમે ભારત આવ્યા છીએ આજની તારીખે ત્યાં અનાજ, તેલ, પેટ્રોલ, ડીઝલ વગેરેના ભાવ આસમાને છે અને દિવસેને દિવસે ત્યાં મોંઘવારી વધી રહી છે આ મોંઘવારી વચ્ચે શ્રમજીવી અને ગરીબ પરિવારોને રહેવું ત્યાં મુશ્કેલ બની ગયું છે ત્યારે તે લોકોને તેઓના વડવા ભારતમાં રહેતા હતા જેથી હવે તેઓ પણ તેના સંતાનોનો વિચાર કરીને ભારતમાં જ રહેવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે તો પાકિસ્તાની અંબાબેન સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, ભારતમાં રહેવા માટે થઈને તેઓની પાસેથી જે કોઈ જરૂરી ડોક્યુમેન્ટની માંગણી કરવામાં આવશે તે આપવા માટે તેઓ તૈયાર છે જો કે, તેઓને હવે પાકિસ્તાન પાછું જવું નથી માટે ભારત સરકાર તેઓને ભારતમાં મદદ કરે અને સહયોગ આપે તેવી અપીલ તેઓ તેમજ તેની સાથે આવેલા બાળકો, મહિલાઓ સહિતના લોકો કરી રહ્યા છે




Latest News