મોરબીમાં સિલિકોસિસ પીડિત શ્રમિકોને વળતર અપાવવામાં DISH કચેરીની આડોડાઈ, કેસ દાખલ કરવા ૭ દિવસનું અલ્ટિમેટમ મોરબી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને ૧૭ જુલાઈના રોજ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક, જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા. ૨૩ જુલાઈએ મોરબી જિલ્લામાં ૫૩ નવનિયુક્ત મહેસૂલી તલાટીઓને કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરેના હસ્તે નિમણૂક પત્રો એનાયત મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતો આંદોલનની અસર, વીજપોલ માટે 6.11 લાખના બદલે હવે 27.02 લાખ અને કોરિડોરના 12.74 લાખના હવે 37.25 લાખ મળશે: કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી ૧૬મી જુલાઈ, અષાઢી બીજ નિમિત્તે ભુજના હૃદયસમા હમીરસર તળાવ કાંઠે કચ્છની કળા, સંસ્કૃતિ અને પરંપરાના સુંદર અને અદભુત સમન્વય સાથે યોજાશે સાંસદ કચ્છ કાર્નિવલ-૨૦૨૬ મોરબીના માળીયા મિયાણામાં બાઈક સાથે કાર અથડાવી બે યુવકોને ઢોર માર માર્યો, બંદૂકથી ફાયરિંગ કરતા એકને પગમાં ઈજા વાંકાનેરમાં પૂ.ભાવચંદ્રજી સ્વામી આદિની 16 દિવસની સ્થિરતા : વિવિધ અનુષ્ઠાનો યોજાયા, સાંસદ કેસરીદેવસિંહ જાડેજાએ પૂજ્ય આચાર્ય ગુરુદેવશ્રીને શાલ અર્પણ કરી મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા સમાજના ચોથા સ્તંભ સમાન પત્રકારોનું સન્માન
Breaking news
Morbi Today

મોરબી નજીક જેસીબીના ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા યુવાનનો પગ કાપવો પડ્યો: ગુનો નોંધાયો


SHARE









મોરબી નજીક જેસીબીના ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા યુવાનનો પગ કાપવો પડ્યો: ગુનો નોંધાયો

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રંગપર ગામની સીમમાં ઓમ મિનરલ પાસેથી પસાર થઈ રહેલા બાઇક ચાલકને જેસીબીના ચાલકે હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં બાઈક ઉપર જઈ રહેલા યુવાનના પગે ગંભીર ઈજા થઈ હોવાથી જમણો પગ ગોઠણથી ઓપરેશન કરીને કાપવો પડેલ છે અને હાલમાં આ અકસ્માતના બનાવ સંદર્ભે ઇજાગ્રસ્ત યુવાનના ભાઈએ જેસીબીના ચાલક સામે ફરિયાદ નોંધાવતા મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ એમપીના રહેવાસી અને હાલમાં મોરબીના ટિંબડી પાટીયા પાસે અમૃત સિમેન્ટ કારખાનામાં રહેતા અને કામ કરતા મકનભાઈ કિશનભાઇ નીનામા જાતે આદિવાસી (૨૩)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જેસીબી નંબર જીજે ૧૨ એએમ ૧૪૭૬ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં કારખાના પાસેથી તેનો ભાઈ ગોબરીયાભાઈ કિશનભાઇ નીનામા (૨૮) બાઈક નંબર એમપી ૪૫ એમએન ૫૭૩૯ લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે જેસીબીના ચાલકે તેના બાઇકને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં ફરિયાદીના ભાઈ ગોબરીયાભાઈ કિશનભાઇ નીનામાને શરીરે અને જમણા પગમાં ગંભીર ઇજા થઈ હતી જેથી કરીને તેને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને સારવાર દરમિયાન ગોબરીયાભાઈના જમણા પગનું ઓપરેશન કરીને ગોઠણથી નીચેના પગને કાપવો પડેલ છે અને જમણા હાથની આંગળીમાં પણ ફ્રેકચર જેવી ઈજા થયેલ છે અને અકસ્માત સર્જીને જેસીબીનો ચાલક પોતાનું વાહન છોડીને નાસી ગયો હતો અને અકસ્માતના આ બનાવ સંદર્ભે હાલમાં ઇજાગ્રસ્ત યુવાનના ભાઈ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જે.બી. પરમાર ચલાવી રહ્યા છે






Latest News