મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 5 શખ્સો 11,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેરના સબ સ્ટેશનમાંથી રીયકટરની ચોરીના ગુનામાં મોરબી તાલુકા પોલીસે 3 આરોપીને દબોચી લીધા મોરબી નજીક છરીની અણીએ રોકડ-મોબાઈલની લૂંટના ગુનામાં પકડાયેલા 3 આરોપીના રિમાન્ડ મંજૂર  મોરબી શહેર-તાલુકામાં વાહન-ઘરફોડ ચોરી કરતી ગેંગનો વધુ એક સાગરીત પકડાયો: 2 ની શોધખોળ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ખાતે શિક્ષણ સાથે સંસ્કાર, માનવતા, પ્રકૃતિપ્રેમ અને પ્રતિભાનો અનોખો સંગમ મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલ ખાતે રાષ્ટ્રીય રમત ગમત દિવસની ઉજવણી કરાઇ હળવદના ચંદ્રગઢ અને રાયસંગપર ગામે જુગારની જુદીજુદી 2 રેડ 13 શખ્સો 1.85 લાખથી વધુના રોકડ સાથે પકડાયા મોરબીમાં ભાજપના હોદેદારને વ્યાજના ચક્રમાં ફસાવીને મારવા માટે મજબૂર કરનારા બે વ્યાજખોરની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કક્ષાની રોલ પ્લે-લોક નૃત્ય સ્પર્ધામાં મોટીબરારની દીકરીઓનો દબદબો


SHARE





મોરબી જિલ્લા કક્ષાની રોલ પ્લે-લોક નૃત્ય સ્પર્ધામાં મોટીબરારની દીકરીઓનો દબદબો

માળીયા મિયાણાના મોટીબરાર ગામે આવેલ મોડેલ સ્કૂલમાં મોરબી જિલ્લા કક્ષાની રોલ પ્લે અને લોક નૃત્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું હતું. જેમાં અલગ-અલગ કેજીબીવીમાંથી ધોરણ નવની વિદ્યાર્થિનીઓએ ભાગ લીધેલો હતો. જેમાં પર્યાવરણ, વ્યસન મુક્તિ, સ્ત્રી શિક્ષણ જાગૃતિ જેવા મુદ્દાઓને આવરીને લોક નૃત્ય અને રોલ પ્લે અદા કર્યું હતું. જેમાં રાજકોટ ડાયેટમાંથી પ્રોફેસર સોનલબેન તથા મોરબી જિલ્લાના જેન્ડર આરતીબેન અને નિર્ણાયકઓ આવ્યા હતા આ કાર્યક્રમની તમામ વ્યવસ્થા શાળાના સ્ટાફ અને આચાર્ય દ્વારા કરવામાં આવી હતી. જેમાં મોડેલ સ્કૂલ મોટીબરાર અને કેજીબીવી-૪ મોટીબરારની દીકરીઓ રોલ પ્લેમાં પ્રથમ ક્રમાંકે વિજેતા અને લોક નૃત્યમાં દ્વિતીય ક્રમાંકે વિજેતા થયેલ છે અને પ્રથમ ક્રમાંકે વિજેતા થયેલ દીકરીઓ હવે ઝોન કક્ષાએ મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરી શાળાને ગૌરવાન્વિત કરશે. તે બદલ શાળાનો સ્ટાફ તથા આચાર્ય બી.એન. વીડજા દ્વારા દીકરીઓને શુભેચ્છાઓ આપવામાં આવી છે




Latest News