મોરબીની યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજમાં ૨૯મી એ ઔદ્યોગિક ભરતીમેળો
SHARE
મોરબીની યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજમાં ૨૯મી એ ઔદ્યોગિક ભરતીમેળો
મોરબી રોજગાર વિનિમય કચેરી દ્વારા તા. ૨૯-૦૮-૨૦૨૩ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે, યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજ, ભડીયાદ રોડ, નઝર બાગ રેલ્વે સ્ટેશન પાસે, મોરબી ખાતે ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ભરતીમેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે. ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક, નોનમેટ્રીક / એસએસસી / એચએચસી / આઇટીઆઇ / સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા તથા ૧૮ થી ૩૫ વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારોએ, તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, આધારકાર્ડ, બાયોડાટા વગેરે સાથે સ્વખર્ચે ભરતીના સ્થળે, નિયત સમયે અને તારીખે અચુક ઉપસ્થિત રહેવું. રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી નહીં કરાવેલ ઉમેદવારો પણ હાજર રહી શકશે તેમ મોરબી જિલ્લા રોજગાર અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.
ટુ વ્હીલર વાહનના નંબર માટે
મોરબીના ટુ વ્હીલર માટે GJ36 AK સીરીઝની ટેન્ડર પ્રક્રિયા તા.૩૦/૦૮/૨૦૨૩ થી શરૂ થનાર છે. તા.૩૦/૦૮/૨૦૨૩ થી તા.૦૯/૦૯/૨૦૨૩ સુધી અરજદાર www.parivahan.gov.in/fancy પર ઓનલાઈન અરજી કરી શકશે. તા. તા.૦૯/૦૯/૨૦૨૩ થી તા.૧૧/૦૯/૨૦૨૩ સુધી બીડીંગ પ્રોસેસ રહેશે તથા તા. તા.૧૧/૦૯/૨૦૨૩ ના રોજ ઓક્શનનું પરિણામ www.parivahan.gov.in/fancy પર જાહેર કરવામાં આવશે. મોટર વાહન ના ઈ-ફોર્મ ઓક્શનના પરિણામ જાહેર થયેથી દિવસ ૫ (પાંચ) મા એઆરટીઓ કચેરી મોરબી ખાતે રજુ કરવાના રહેશે. જેથી પસંદગીના નંબર મેળવવા ઇચ્છતી વ્યક્તિઓએ કાર્યવાહી કરવા સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.