લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં રિયલ ક્રિકેટ એકેડમિના આંગણે આજથી જામશે ક્રિકેટનો જંગ: મોરબી VS મુંબઈ


SHARE





મોરબીમાં રિયલ ક્રિકેટ એકેડમિના આંગણે આજથી જામશે ક્રિકેટનો જંગ: મોરબી VS મુંબઈ

મોરબીની રીયલ ક્રિકેટ એકેડેમી દ્વારા આજથી એક સપ્તાહ માટે ક્રિકેટ પ્રેમીઓ માટે અનેરૂ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુંબઈથી ખેલાડીઓ મોરબી આવ્યા છે અને તેઓ રીયલ ક્રિકેટ એકેડેમીના ખેલાડીઓ સાથે મેચ રમશે ત્યારે રિયલ ક્રિકેટ એકેડમિના આંગણે ક્રિકેટનો જંગ જામશે.

હાલમાં આયોજકોએ આપેલ માહિતી મુજબ પાંચ વન-ડે મેચનું આયોજન કરવામાં આવ્યું છે અને છેલ્લા દિવસો દરમિયાન ૩૦ ઓવરના બે મેચ યોજાશે. જે આગામી ૪ સપ્ટેમ્બર સુધી યોજાનાર આ મેચમાં મોરબીની રીયલ ક્રિકેટ એકેડમીનો મુકાબલો મુંબઈની OMTEX ક્રિકેટ એકેડેમીના ખેલાડીઓ સાથે થશે ઉલ્લેખનીય છે કે સમગ્ર સૌરાષ્ટ્રમાં ક્રિકેટના ખેલાડીઓ માટે તમામ પ્રકારની ઉત્તમ સુવિધાઓ રીયલ ક્રિકેટ એકેડેમીમાં ઉપલબ્ધ છે. અને હાલ મોરબીના ૧૫૦ જેટલા ખેલાડીઓ રિયલ ક્રિકેટ એકેડેમી ખાતે તાલીમબદ્ધ થઈ રહ્યા છે. ત્યારે આજથી શરૂ થનાર આ રનોના રમખાણમાં ઉપસ્થિત રહેવા સમગ્ર મોરબીના ક્રિકેટ પ્રેમીઓને રીયલ ક્રિકેટ એકેડમી દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે




Latest News