મોરબીના મહેન્દ્રનગર ગામેથી સગીરાનું અપહરણ મોરબીના રવાપર નદી ગામે કારખાનાના ક્વાર્ટરમાં યુવાને કર્યો આપઘાત: હળવદના બ્રાહ્મણી ડેમમાં માછીમારીની જાળમાં પગ ફસાઈ જતા પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત હળવદના જુના દેવડીયા ગામે જુગારની રેડમાં બે પકડાયા, બે ભાગી છૂટ્યા વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી
Breaking news
Morbi Today

મોરબીની સભારાવાડી શાળાના શિક્ષકની પ્રતિભાશાળી શિક્ષક તરીકે પસંદગી કરાઇ


SHARE









મોરબીની સભારાવાડી શાળાના શિક્ષકની પ્રતિભાશાળી શિક્ષક તરીકે પસંદગી કરાઇ

ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ક્લસ્ટર કક્ષાએ સત્ર દરમ્યાન ઉત્તમ શૈક્ષણિક કાર્ય, શાળાકીય સહઅભ્યાસિક પ્રવૃત્તિ, નાવીન્યપૂર્ણ પ્રયોગો, સામાજિક ક્ષેત્ર વગેરેમાં ઉત્સાહપૂર્વક સક્રિય યોગદાન આપનાર શિક્ષકોને પ્રતિભાશાળી શિક્ષક તરીકેનું સન્માનપત્ર આપવામાં આવતું હોય છે. જેમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ ના પ્રથમ સત્ર દરમ્યાન મોરબીની સભારાવાડી પ્રાથમિક શાળાના શિક્ષક ગીરીશભાઈ કલોલાની પસંદગી કરવામાં આવી છે. જે બદલ મોરબી સી.આર.સી બાબુલાલ ડેલવાડીયા, એસએમ અધ્યક્ષ મુળજીભાઈ પરમાર, શાળાના આચાર્ય ભરતભાઇ બાવરવા, આસી શિક્ષક વિજયભાઈ દલસાણીયાના હસ્તે પ્રતિભાશાળી શિક્ષક અંગેનું પ્રમાણપત્ર આપી શિક્ષક ગીરીશભાઈ પરસોતમભાઈ ક્લોલાનું સન્માન કરવામાં આવ્યું હતું.




Latest News