મોરબીના મહેન્દ્રનગર ગામેથી સગીરાનું અપહરણ મોરબીના રવાપર નદી ગામે કારખાનાના ક્વાર્ટરમાં યુવાને કર્યો આપઘાત: હળવદના બ્રાહ્મણી ડેમમાં માછીમારીની જાળમાં પગ ફસાઈ જતા પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત હળવદના જુના દેવડીયા ગામે જુગારની રેડમાં બે પકડાયા, બે ભાગી છૂટ્યા વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા સહિત રાજ્યમાં એક પખવાડિયા પછી અનરાધાર વરસાદ: કિશોરભાઈ ભાડજા


SHARE









મોરબી જિલ્લા સહિત રાજ્યમાં એક પખવાડિયા પછી અનરાધાર વરસાદ: કિશોરભાઈ ભાડજા

 ખેડૂત ભાઈઓ માટે સારા સમાચાર છે હજુ વરસાદનો મોટો રાઉન્ડ બાકી છે અને તા ૩૧ ઓગષ્ટના રોજ ૯:૩૩ મિનિટે પુર્વ ફાલ્ગુની નક્ષત્ર બેસે છે તેમનું વાહન મોરનું છે. અને ૭ સપ્ટેમ્બરથી હવામાનમા પલ્ટો આવશે અને નક્ષત્રના જેમ જેમ દિવસો જતા રહે તેમ છુટા છવાયા વિસ્તારમા હળવા મધ્ય વરસાદ ચાલુ થશે અને તા ૧૪ સપ્ટેમ્બરથી વહેલી સવારમા ૩:૨૯ મીનીટ ઉતર ફાલ્ગુની નક્ષત્ર બેસે છે તેમનું વાહન હાથી છે અને બુધનો ઉદય થાય છે આ વર્ષ ભાદરવા સુદ છઠ ને અનુરાધા નક્ષત્ર છે તા ૧૫ સપ્ટેમ્બર થી ૧૦ દિવસનો વરસાદનો રાઉન્ડ આવશે આ રાઉન્ડમા ભારેથી અતિ ભારે વરસાદ થશે અમુક અમુક વિસ્તારોમાં અતિવૃષ્ટિ પણ થાય અને નદી નાલા છલકાઈ જે વિસ્તારમાં વરસાદની ખેચ છે તે વિસ્તારમાં ખેડુત ભાઈઓ રાજી રાજી થાય એવો આ રાઉન્ડ છે. 

આ આગાહીમા તા ૨૪ સપ્ટેમ્બરના દિવસ ચંદ્ર નક્ષત્ર પૂર્વ ષાઢા આવે છે પૂર્વ ષાઢા ધડકિયા (ગાજીયા) તો નદિયુમાં નીર ન સમાઈ તા ૧૮ સપ્ટેમ્બર થી સૂર્ય અને મંગળ બને કન્યા રાશિમા ભેગા થાય છે  જેઠ ગયો અષાઢ ગયો શ્રાવણીયા તુ પણ જા, ભાદરવા સુદ છઠ ને જો આવે અનુરાધા તો ડુંગર બાધો ઝુપડા ને પાધર આવે પુર આપણી કેહવત પ્રમાણે મ્રુગષ્ય નક્ષત્રનો ઓવાર હાથિયો તાણે હાથિયો ગાજીને નૈઋય  ચોમાસું વિદાય લે છે  આકાશ દર્શન વર્ષોથી ચાલતી આપણી પરંમપરા છે તેના ઉપરથી તારણો અને સંભાવના દર્શાવી શકાઈ છે બાકી બધું કુદરતી છે આ અનુમાન કિશોરભાઈ ભાડજા રહે. નેસડા (ખાનપર) તાલુકો ટંકાર વાળાનું છે




Latest News