મોરબીના મહેન્દ્રનગર ગામેથી સગીરાનું અપહરણ મોરબીના રવાપર નદી ગામે કારખાનાના ક્વાર્ટરમાં યુવાને કર્યો આપઘાત: હળવદના બ્રાહ્મણી ડેમમાં માછીમારીની જાળમાં પગ ફસાઈ જતા પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત હળવદના જુના દેવડીયા ગામે જુગારની રેડમાં બે પકડાયા, બે ભાગી છૂટ્યા વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી
Breaking news
Morbi Today

મોરબીમાં જુદાજુદા સ્થળે જુગારની ત્રણ રેડ: ૧૫.૪૭ લાખના મુદામાલ સાથે ૧૪ જુગારી પકડાયા


SHARE









મોરબીમાં જુદાજુદા સ્થળે જુગારની ત્રણ રેડ: ૧૫.૪૭ લાખના મુદામાલ સાથે ૧૪ જુગારી પકડાયા

મોરબીના પંચાસર રોડ ઉપર નાની કેનાલ પાસે આવેલ સ્કાયવ્યુ-બી એપાર્ટમેન્ટ, રવાપર ગામે બોનીપાર્કમાં આવેલ સિદ્ધિ વિનાયક એપાર્ટમેન્ટ અને કબીર ટેકરી વિસ્તારમાં પોલીસ દ્વારા જુગારની જુદી જુદી ત્રણ રેડ કરવામાં આવી હતી અને ત્યારે કુલ મળીને ૧૪ જુગારીઓ ઝડપી લેવામાં આવેલ હતા અને તેની પાસેથી પોલીસે ૧૫,૪૭,૬૦૦ નો મુદ્દામાલ કબજે કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરી છે

મોરબીના પંચાસર રોડ ઉપર નાની કેનાલ પાસે પ્રમુખ સ્વામીની પાછળના ભાગમાં આવેલ સ્કાયવ્યુ-બી એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર-૫૦૨ માં રહેતા જયસુખભાઈ મહાદેવભાઇ પડસુંબીયાના ઘરમાં જુગાર રમતા હોવા અંગેની મોરબી જિલ્લા એલસીબીની ટીમને બાતમી મળી હતી જેના આધારે પીએસઆઈ કે.એચ. ભોચિયા અને તેની ટીમે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ઘરધણી જયસુખભાઈ મહાદેવભાઈ પડસુંબીયા (૨૮), જયેશભાઈ કાનજીભાઈ પડસુંબીયા (૩૩) રહે. નાની વાવડી, દીપકભાઈ રાઘવજીભાઈ પટેલ (૩૩) રહે. છાત્રાલય રોડ મોરબી, વિપુલભાઈ અંબારામભાઈ કુંડારીયા (૪૦) રહે. સુભાષનગર સોસાયટી મોરબી, જયદીપભાઇ પ્રવીણભાઈ ચૌહાણ (૨૮) રહે. પંચવટી સોસાયટી છાત્રાલય રોડ મોરબી અને નીતિનભાઈ વલ્લભભાઈ આદ્રોજા (૪૦) રહે. અવની ચોકડી જય અંબે સોસાયટી શેરી નંબર-૧ મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૧૪.૭૫ લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને તેની સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ દ્વારા મોરબીના કબીર ટેકરી શેરી નંબર-૩ માં જાહેરમાં જુગારની રેડ કરી હતી ત્યારે હાજીભાઈ મુસાભાઇ કુરેશી (૩૦), પરવેઝભાઈ દાઉદભાઈ ચાનિયા (૨૩) અને લાલજીભાઈ શંકરભાઈ કગથરા (૧૯) રહે. બધા કબીર ટેકરી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૧૫,૧૦૦ ની રોકડ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી છે આવી જ રીતે મોરબી નજીકના રવાપર ગામે આવેલ બોનીપાર્કમાં સિદ્ધિવિનાયક એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર-૩૦૨ માં રહેતા ભાણજીભાઈ નારણભાઈ પાડલીયાના ઘરમાં જુગાર રમતા હોવાની મોરબી એ ડિવિઝન પોલીસની ટીમને બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ઘરધણી ભાણજીભાઈ નારણભાઈ પાડલીયા (૬૧), નવીનભાઈ ગોપાલભાઈ સાપોડીયા (૫૦) રહે. ન્યૂએરા સ્કૂલની પાછળ હેવન હાઈટસ ફ્લેટ નંબર-૪૦૧ રવાપર, અક્ષયભાઈ મનસુખભાઈ સુરૈયા (૨૮) રહે. હેવન હાઈટસ ફ્લેટ નંબર-૨૦૨  રવાપર, કૌશિકભાઇ ચમનભાઈ સંતોકી (૨૯) રહે. ઉમા ટાઉનશીપ સાંઇમેકસ એપાર્ટમેન્ટ બ્લોક નંબર ૨૦૧ મોરબી અને ભગવાનજીભાઈ ખેમચંદભાઈ મેઘાણી (૫૯) રહે. કાલિકા પ્લોટ શેરી નંબર-૩ મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે ૫૭૫૦૦ ની રોકડ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News