મોરબીના મહેન્દ્રનગર ગામેથી સગીરાનું અપહરણ મોરબીના રવાપર નદી ગામે કારખાનાના ક્વાર્ટરમાં યુવાને કર્યો આપઘાત: હળવદના બ્રાહ્મણી ડેમમાં માછીમારીની જાળમાં પગ ફસાઈ જતા પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત હળવદના જુના દેવડીયા ગામે જુગારની રેડમાં બે પકડાયા, બે ભાગી છૂટ્યા વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી
Breaking news
Morbi Today

મોરબી નજીક થયેલ મારમારી-લૂંટના ગુનામાં પકડાયેલા બે આરોપી જેલ હવાલે


SHARE









મોરબી નજીક થયેલ મારમારી-લૂંટના ગુનામાં પકડાયેલા બે આરોપી જેલ હવાલે

મોરબીના રફાળેશ્વર ગામે જૂની અદાવતમાં મારામારીનો બનાવ બનેલ હતો અને યુવાન ઉપર હુમલો કરીને આઠ શખ્સો દ્વારા માર મારીને લૂંટ કરવામાં આવી હતી જે ગુનામાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી અને તેને રિમાન્ડ પણ મેળવ્યા હતા જે રિમાન્ડ પૂરા થતાં પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા અને હાલમાં બંને આરોપીઓને જેલ હવાલે કરવામાં આવેલ છે

મોરબીના રફાળેશ્વર ગામે ઠાકર મંદિરની બાજુમાં રહેતા અને મંડપ સર્વિસના ધંધાર્થી ગજેન્દ્રભાઇ ઉર્ફે ગજેન રમેશભાઇ બાંભણવાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગૌતમભાઇ જયંતીભાઇ મકવાણા, અજયભાઇ જગદીશભાઇ ચૌહાણ, પારસ ઉર્ફે સુલતાન ગીરધરભાઇ વાઘેલા, મનોજ ઉર્ફે બાબો ગીરધરભાઇ વાઘેલા, અશોકભાઇ દલાભાઇ રાઠોડ, મુકેશભાઇ ઝાલા તેમજ બે અજાણ્યા માણસો સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યુ હતું કે, અગાઉ થયેલા ઝઘડાનો કેસ ચાલી રહ્યો છે. અને ફરીયાદીને મંડપ સર્વિસના કામ માટે આરોપીઓના વિસ્તારમાંથી અવાર નવાર નીકળવુ થતું હોય છે જે આરોપીઓને નહી ગમતા ફરિયાદી આરોપીના ઘર પાસેથી નીકળતા જાનથી મારી નાખવાના ઇરાદે લાકડાના ધોકા વડે માર માર્યો હતો ત્યાર બાદ ઘરે આવીને દક્ષાબેનને માર માર્યો હતો અને ફરિયાદીના પિતા રમેશભાઇની સામે રીવોલ્વર જેવુ હથીયાર તાકી ભડાકે દઇ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ગજેન્દ્રના ખીસ્સામાંથી ૧૩૦૦૦ ની લુંટ કરી હતી અને એટ્રોસીટીની ફરીયાદ કરવાની ધમકી આપી હતી જે ગુનામાં પોલીસે આરોપી ગૌતમભાઈ જયંતીભાઈ મકવાણા અને મુકેશભાઇ મંગાભાઇ ઝાલાની ધરપકડ કરેલ હતી અને તેને કોર્ટમાં રજૂ કરીને ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા જે રિમાન્ડ પૂરા થતાં આરોપીઓને પાછા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને હાલમાં બંને આરોપીને મોરબીની જેલ હવાલે કરવામાં આવેલ છે તેવું મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી જાણવા મળેલ છે




Latest News