22 ઓક્ટોમ્બરે મોરબીમાં સૌરાષ્ટ્રભરના ખેડૂતોને સાથે રાખીને કોંગ્રેસ કરશે મહાસભા: હું ચૂંટણી લડવાનો નથી પણ ખેડૂતો માટે લડતો રહીશ: લલિતભાઈ કગથરા મોરબીના મહેન્દ્રનગર ગામેથી સગીરાનું અપહરણ મોરબીના રવાપર નદી ગામે કારખાનાના ક્વાર્ટરમાં યુવાને કર્યો આપઘાત: હળવદના બ્રાહ્મણી ડેમમાં માછીમારીની જાળમાં પગ ફસાઈ જતા પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત હળવદના જુના દેવડીયા ગામે જુગારની રેડમાં બે પકડાયા, બે ભાગી છૂટ્યા વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં કોગ્રેસના આગેવાન સામે કરવામાં આવેલ ફરિયાદની તટસ્થ તપાસ કરવાની કોંગ્રેસની માંગ


SHARE









મોરબીમાં કોગ્રેસના આગેવાન સામે કરવામાં આવેલ ફરિયાદની તટસ્થ તપાસ કરવાની કોંગ્રેસની માંગ

મોરબીમાં રહેતા કોગ્રેસના આગેવાને પાલિકાના ભ્રષ્ટાચારની તપાસ માંગી હતી જેનો રાજકીય દ્વેષ રાખીને તેને દબાવવાના હેતુથી મોરબી નગરપાલિકાના માજી સદસ્ય દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ કરી હોવાનો કોંગ્રેસે આક્ષેપ કરેલ છે અને આ ફરિયાદની તટસ્થ તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

મોરબી  કોગ્રેસના આગેવાન રમેશભાઈ રબારીએ મોરબી નગરપાલિકાના સફાઈ કર્મચારી પાસે એક લાખ રૂપિયાની માંગણી કરવામાં આવેલ હતી તે બાબતે પાલિકામાં તા.૨૧/૮/૨૦૨૩ ના રોજ  ચીફ ઓફિસર અને જવાબદાર પાલિકાના અઘિકારીને રજૂઆત કરીને રૂપિયા માંગે છે તેની સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી તે હિત ધરાવતા લોકોને માફક નહિ આવતા કોગ્રેસના આગેવાનને ખોટી રીતે હેરાન પરેશાન કરવા માટે પોલીસ વિભાગમાં સતાના મદમાં કાયદાનો ગેરઉપયોગ કરી ફરિયાદ નોઘવેલ છે ત્યારે આ બાબતની તટસ્થ અને સતાપક્ષના દબાણમાં આવ્યા વગર તપાસ કરવામાં આવે તેની મોરબી એસસીએસટી સેલના ડીવાયએસપીને મળીને કોંગ્રેસનાં આગેવાનોએ રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, ચૂંટણીનું કારણ બતાવેલ છે તે ખોટી ફરિયાદ દાખલ કરેલ છે અને ચૂંટણી થયે અત્યાર સુધી આવી ફરિયાદ સા માટે ન કરી ?  તે પણ વિચાર માંગી લે તેવી વાત છે ત્યાર અઘિકારીને ફરિયાદની સાચી તપાસ કરી એક બીજાના ફોનના લોકેશન મેળવીને આ ફરિયાદને ઘ્યાને લેવા રજૂઆત કરેલ છે અને વધુમાં કોંગ્રેસનાં આગેવાને જણાવ્યુ છે કે, કોગ્રેસ પક્ષ પ્રજાના હિતમાં તમામ રજૂઆત કરશે કોઈ પણ ખોટી ફરિયાદથી ક્યારે ડરવાના નથી અને એમને ન્યાય તંત્ર ઉપર પૂરો  ભરોસો છે ત્યાં “દૂધ નુ  દૂધ અને પાણી નુ પાણી” થઈ જસે તેમ  મોરબી જિલ્લા કોંગ્રેસના મહામંત્રી મહેશભાઈ રાજ્યગુરુ, મોરબી તાલુકા કોગ્રેસના પ્રમુખ કે.ડી. પડસુંબિયા, મોરબી શહેરના પૂર્વ પ્રમુખ રામભાઇ રબારી, કોગ્રેસના આગેવાન એલ.એમ. કંઝારિયાએ જણાવ્યુ છે




Latest News