મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ
Breaking news
Morbi Today

મોરબીની ડી.સી.મહેતા ડિસ્પેન્સરી ખાતે નિ:શુલ્ક કેન્સર નિદાન કેમ્પ યોજાશે


SHARE







મોરબીની ડી.સી.મહેતા ડિસ્પેન્સરી ખાતે નિ:શુલ્ક કેન્સર નિદાન કેમ્પ યોજાશે

મોરબીના વીસા શ્રીમાળી વણિક જ્ઞાતિ સંચાલિત અને મહેતા કુટુંબ પરિવાર આયોજીત ડી.સી.મહેતા ડિસ્પેન્સરી ટ્રસ્ટ ખાતે ફ્રી કેન્સર નિદાન કેમ્પનું આગામી ૨જી અને ૩જી સપ્ટેમ્બરેના રોજ આયોજન કરવામાં આવેલ છે. જેમાં સ્વ. રેશ્માબેન પ્રફુલભાઈ દોશી (રીનાબેન દેવેન્દ્રભાઈ મહેતા)ના આત્મશ્રેયાર્થે હસ્તે સુરજબેન પ્રફુલભાઈ દોશીના પરિવાર દ્વારા આ કેમ્પ માટે આર્થીક સહયોગ પ્રદાન કરવામાં આવ્યો છે.

આગામી તા.૨ અને તા. ૩સપ્ટેમ્બરે એટલે કે શનિવાર-રવિવાર એમ બે દિવસ માટે યોજાનાર આ નિઃશુલ્ક કેન્સર નિદાન કેમ્પમાં શનિવારે સાંજે ૪ થી ૭ વાગ્યા દરમિયાન અને રવિવારે સવારે ૯ થી ૧૨ વાગ્યા દરમિયાન દર્દીઓનું વિનામૂલ્યે નિદાન થશે. મોરબી શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારની જનતાને આશીર્વાદરૂપ નીવડેલી વીસા શ્રીમાળી વણિક જ્ઞાતિ સંચાલીત ડી.સી.મહેતા સાર્વજનિક ડિસ્પેન્સરી કે જે મોરબીના નવાડેલા રોડ ઉપર આવે છે ત્યાં મુંબઈના જાણીતા કૅન્સર નિષ્ણાત ડોક્ટર વિક્રમભાઈ સંઘવી કેન્સરના દર્દીઓને તપાસ કરશે.

જેમા લોકોનું વિનામૂલ્યે નિદાન કરી યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે. જરૂરિયાત મુજબના દર્દીઓને કેન્સર નિદાન કેમ્પનો લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવેલો છે. દર્દીઓએ પોતાની જુની ફાઈલ સાથે લાવવી અને એડવાન્સમાં ડિસ્પેન્સરી ખાતે પોતાનું નામ ડિસ્પેન્સરીના મેનેજર મયુરભાઈ વોરા મોબાઈલ નંબર ૯૫૩૭૦ ૯૯૨૧૯ ઉપર નોંધાવવાનું રહેશે.તેમ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી ભાવેશભાઈ શાહની યાદીમાં જણાવાયું છે.તપાસ કરાવવા માટે આવો ત્યારે પોતાના કેસ પેપર સાથે લાવવા તેમ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ભાવેશભાઈ વિનોદભાઈ શાહ દ્વારા જણાવવામાં આવ્યું હતું.






Latest News