મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય 22 ઓક્ટોમ્બરે મોરબીમાં સૌરાષ્ટ્રભરના ખેડૂતોને સાથે રાખીને કોંગ્રેસ કરશે મહાસભા: હું ચૂંટણી લડવાનો નથી પણ ખેડૂતો માટે લડતો રહીશ: લલિતભાઈ કગથરા મોરબીના મહેન્દ્રનગર ગામેથી સગીરાનું અપહરણ મોરબીના રવાપર નદી ગામે કારખાનાના ક્વાર્ટરમાં યુવાને કર્યો આપઘાત: હળવદના બ્રાહ્મણી ડેમમાં માછીમારીની જાળમાં પગ ફસાઈ જતા પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત હળવદના જુના દેવડીયા ગામે જુગારની રેડમાં બે પકડાયા, બે ભાગી છૂટ્યા વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસેથી ચોરાઉ બાઇક સાથે પકડાયેલા બેલડીએ પાંચ બાઇક ચોરીની આપી કબૂલાત !


SHARE









મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસેથી ચોરાઉ બાઇક સાથે પકડાયેલા બેલડીએ પાંચ બાઇક ચોરીની આપી કબૂલાત !

મોરબીમાં વાહન ચોરીના બનાવો છેલ્લા સમયમાં ઘણા બનેલ છે જેથી કરીને મોરબી બી ડિવિઝન પોલીસ દ્વારા આરોપીને પકડવા માટે જાળ બિછાવવામાં આવી હતી જેમાં મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસેથી રેઢું પડેલ બાઇક ચોરી કરતાંની સાથે જ પોલીસે વાહન ચોર બેલડીને ચોરાઉ બાઈકની સાથે રંગે હાથે પકડીને આગળની કાર્યવાહી કરી હતી.

મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલ સીટી પોઇન્ટ કોમ્પલેક્ષ પાસે વાહન ચોરની ઘટના બનતી હોવાથી બાઇક ચોરને પકડવા માટે પોલીસે જ એક બાઇકને રેઢું મૂક્યું હતું અને ત્યાર બાદ વોચ ગોઠવી હતી ત્યારે વિમલભાઇ દીલીપભાઇ સુરાણી રહે. હરીઓમ પાર્ક ઘુટ રોડ મોરબી અને યશભાઇ ભગવાનજીભાઇ ચાડમીયા રહે. ગણેશ પાર્ક જુની પીપળી સામે મોરબી મુળ રહે. ખરેડા વાળા ત્યાં આવ્યા હતા અને તેને બાઈકની ચોરી કરી હતી અને ભગવા જતાં હતા ત્યાં પોલીસે તેને પકડી લીધા હતા અને આ શખ્સોની પૂછપરછ કરવામાં આવતા તેને પાંચ ચોરાઉ બાઇક કાઢી આપ્યા હતા જેમાં જીજે ૧૩ એફએફ ૮૭૭૬, જીજે ૧૩ પીપી ૩૦૪૦, જીજે ૧૩ ડીબી ૯૨૪૭, જીજે ૩ ઇ ૯૧૭૫ અને જીજે ૧ એફવી ૦૩૬૨ નો  સમાવેશ થાય છે આ કામગીરી સીટી બી ડિવિઝન પીઆઇ પી.એ. દેકાવાડીયાની સૂચના મુજબ બી.આર.ખટાણા, નરેન્દ્રભારથી મહેંદ્રભારથી, વિજયભાઇ મુળુભાઇ, ચંદ્રસિંહ કનુભાઇ, ભરતભાઇ આપાભાઇ, કલ્પેશભાઇ અમરશીભાઇ, બ્રિજેશભાઇ જેસંગભાઇ, રમેશભાઇ રાયધનભાઇ, પ્રદિપસિંહ બહાદુરસિંહ, ધર્મેન્દ્રભાઇ મગનભાઇ, કિર્તીસિંહ બહાદુરસિંહ, શક્તિસિંહ કિશોરસિંહએ કરી હતી




Latest News