મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય 22 ઓક્ટોમ્બરે મોરબીમાં સૌરાષ્ટ્રભરના ખેડૂતોને સાથે રાખીને કોંગ્રેસ કરશે મહાસભા: હું ચૂંટણી લડવાનો નથી પણ ખેડૂતો માટે લડતો રહીશ: લલિતભાઈ કગથરા મોરબીના મહેન્દ્રનગર ગામેથી સગીરાનું અપહરણ મોરબીના રવાપર નદી ગામે કારખાનાના ક્વાર્ટરમાં યુવાને કર્યો આપઘાત: હળવદના બ્રાહ્મણી ડેમમાં માછીમારીની જાળમાં પગ ફસાઈ જતા પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત હળવદના જુના દેવડીયા ગામે જુગારની રેડમાં બે પકડાયા, બે ભાગી છૂટ્યા વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના એલ.ઈ. કોલેજ મેદાન ખાતે આજથી અવનવી વસ્તુઓના વેચાણ અર્થે યોજાશે જન્માષ્ટમી મેળો


SHARE









મોરબીના એલ.ઈ. કોલેજ મેદાન ખાતે આજથી અવનવી વસ્તુઓના વેચાણ અર્થે યોજાશે જન્માષ્ટમી મેળો

ચાલો આ મેળામાંથી  રોજ બરોજના વપરાશમાં ઉપયોગી તેમજ ઘર સુશોભનની ઉત્કૃષ્ટ ચીજવસ્તુઓ ખરીદીને મહિલાઓને પ્રોત્સાહન આપીએની ભાવનાથી મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળના તાબા હેઠળનું ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લી.મહિલાઓનાં સશક્તિકરણ માટે કાર્યરત છે. જે અંતર્ગત મહિલા હસ્તકલા કારીગરો દ્વારા ઉત્પાદિત અને નિર્મિત ચીજવસ્તુઓ જેવી કે, રોજ બરોજના વપરાશમાં ઉપયોગી તેમજ ઘર સુશોભનની ઉત્કૃષ્ટ ચીજવસ્તુઓ તથા અવનવી વસ્તુઓના વેચાણ અર્થે “જન્માષ્ટમી મેળો-૨૦૨૩” મેળાનું આયોજન આજે તા.૫-૯ થી તા.૧૪-૯ સુધી એલ.ઇ.કોલેજ મેદાન, સામાકાંઠે મોરબી-૨ ખાતે કરવામાં આવેલ છે. આ મેળામાં ૬૦ મહિલા કારીગરો ભાગ લેનાર છે.આ દિન-૧૦ ના પ્રદર્શન સહ વેચાણ મેળામાં સહ પરિવાર મુલાકાત લેવા તથા મહિલા કારીગર મહિલાઓને પ્રોત્સાહન મળે તે હેતુથી અવનવી ચીજવસ્તોઓની ખરીદી કરવા ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લી.દ્રારા અનુરોધ કરવામાં આવ્યો છે.




Latest News