મોરબીમાં શીતળા માતાજીના મંદિરે સંતાનોની માનતા પૂરી કરતી મહિલાઓની ભીડ: મેળો યોજાયો
મોરબીના સામાકાંઠે જુગાર રમતા આઠની રોકડ રકમ સાથે ધરપકડ
SHARE
મોરબીના સામાકાંઠે જુગાર રમતા આઠની રોકડ રકમ સાથે ધરપકડ
મોરબી સીટી બી ડિવિઝન પોલીસે શહેરના સામાકાંઠે આવેલા યોગીનગર વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા ઈસમો ઉપર રેડ કરી હતી અને ત્યાં જાહેરમાં જુગાર રમી રહેલા આઠ ઇસમોની રોકડા રૂપિયા ૧૪,૮૮૦ સાથે ધરપકડ કરવામાં આવી હતી.
મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે પોલીસ મથકના સ્ટાફને બાતમી મળી હતી કે મોરબીના સામાકાંઠે ત્રાજપર ખારી વિસ્તારમાં આવેલા યોગીનગરમાં જાહેરમાં જુગાર રમવામાં આવી રહ્યો છે જેથી કરીને ત્યાં રેડ કરવામાં આવી હતી.ત્યારે રેડ દરમિયાન જાહેરમાં જુગાર રમી રહેલા રવિ હેમંત કુંવરીયા (૨૭) રહે.ત્રાજપર, રાઘવ ઉર્ફે ગોરધન કુંવરિયા (૨૧) રહે.યોગીનગર, પિયુષ ઉર્ફે ખારો બાબુ કુંવરીયા (૪૨) રહે.ઋષિકેશ સ્કૂલ પાસે, રવિ રમેશ દલસાણીયા (૧૯) રહે.વીસીપરા રાજ બેકરી પાસે, નાસીર અનવર માલાણી (૨૨) રહે.કાંતિનગર માળીયા ફાટક પાસે, જતીન પ્રકાશ ચારોલા (૨૧) રહે.શિવમ હોસ્પિટલ પાછળ, મહેશ દામજી નિમાવત (૫૨) રહે.યોગીનગર અને અજય રમેશ કુંવરિયા (૨૭) રહે.ત્રાજપર વાળાઓ જાહેરમાં જુગાર રમતા મળી આવતા તેઓની રોકડા રૂપિયા ૧૪,૮૮૦ સાથે ધરપકડ કરીને જુગારધારા કલમ ૧૨ મુજબ ગુનો નોંધવમાં આવેલ છે.
અકસ્માતમાં ઇજા
ટંકારા તાલુકાના હડમતીયા ગામે રહેતા સુભાષભાઈ રમેશભાઈ મેરજા નામના વ્યક્તિને મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલા વૃંદાવન પાર્ટી પ્લોટ પાસે વાહન અકસ્માતના બનાવમાં ઇજા થઈ હતી જેથી ઇજાગ્રસ્તને સારવાર માટે પ્રથમ મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાંથી વધુ સારવાર માટે તેને રાજકોટ લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે અને અકસ્માતના આ બનાવની એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની પ્રાથમિક તપાસ એમ.પી. ઝાલા કરી રહ્યા છે.
ફિનાઇલ પીધું
હળવદ તાલુકાના પાંડાતીર્થ ગામે રહેતા પાયલબા ભરતસિંહ જેમુભા પરમાર (૩૦) નામની મહિલાએ કોઈ અગમ્ય કારણોસર પોતાની જાતે ફિનાઇલ પી લેતા તેઓને તાત્કાલિક સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેમને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનવાની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ એચ.એમ. ચાવડા દ્વારા કરવામાં આવી હતી અને બનાવ હળવદ તાલુકા પોલીસની હદનો હોવાથી ત્યાં જાણ કરવા માટે કવાયત હાથ ધરી છે.