મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

ટંકારાના ઘુનડા (ખા) ગામે વાડી વિસ્તારમાં કપાસમાં દવા છાટતા સમયે ઝેરી અસર થયેલ યુવાનનું મોત


SHARE







ટંકારાના ઘુનડા (ખા) ગામે વાડી વિસ્તારમાં કપાસમાં દવા છાટતા સમયે ઝેરી અસર થયેલ યુવાનનું મોત

ટંકારા તાલુકાના ઘુનડા ખાનપર ગામે વાડી વિસ્તારમાં કપાસમાં દવા છાટતા સમયે ઝેરી અસર થઇ હોવાથી યુવાનને ઉલટીઓ થવા લાગી હતી ત્યારબાદ તેને તાત્કાલિક સારવાર માટે મોરબી સુધી લઈને આવ્યા હતા જો કે સારવાર કારગત નિવડતા  યુવાનનું મોત થયુ હતું અને આ બનાવની મોરબીની સિવિલ હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણમાં મળતી વિગત પ્રમાણે મૂળ એમપીના અલીરાજપુર જિલ્લાના રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના ઘુનડા ખાનપર ગામે રાજુભાઈ પટેલની વાડીએ રહેતા દિપકભાઈ રૂપનાથભાઈ મુરીયા નામનો યુવાન કપાસના ખેતરમાં દવા છાટતો હતો ત્યારે તેને ઝેરી અસર થઈ હતી જેથી કરીને તે યુવાનને ઉલટીઓ થવા લાગી હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે પ્રથમ ટંકારાની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા દરમ્યાન તેનું મોત થયુ હતું જેથી કરીને આ બનાવની મોરબી સિવિલ હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી આ બનાવની વધુ તપાસ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના આઇ.ટી. જામ ચલાવી રહ્યા છે

બાઇક સ્લીપ

મોરબી તાલુકાના ખાનપર ગામ પાસેથી હાલ વાંકાનેરના ઢુવા વિસ્તારમાં રહેતા કરણ શેરસિંગ (૧૬) નામનો તરુણ પસાર થયો હતો ત્યારે બાઇક આડે કુતરુ ઉતરતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને બાઇક સ્લીપ થઈ ગયુ હતુ જેથી કરીને ઇજાઓ થઇ હોવાથી ઇજાગ્રસ્ત હાલતમાં તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

સાપ કરડી ગયો

મોરબીના લખધીરપુર રોડ ઉપર રહેતા રામપ્રસાદ પ્રભાકરભાઈ (૪૧) નામના યુવાનને સાપ કરડી ગયો હતો જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને આ બનાવની આગળની વધુ તપાસ જસપાલસિંહ જાડેજા ચલાવી રહ્યા છે






Latest News