મોરબીમાં આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ વિષય પર વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અંતર્ગત વાર્તાલાપ યોજાયો મોરબીમાં શ્રાવણ માસના બીજા સોમવારે ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા 29 અબોલ જીવને બચાવવામાં આવ્યા મોરબીના વોર્ડ નં 7 માં પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવા માટે ચૂંટાયેલા સભ્યે કરી કમિશ્નરને લેખિતમાં રજૂઆત હળવદ તાલુકામાં બિનઅધિકૃત રેતી ખનન: 40 લાખનું એક્ષકેવેટર મશીન સીઝ મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો મોરબીના સામાકાંઠે દવા લેવા જવાનું કહીને નીકળ્યા બાદ પરિણીતા ગુમ હળવદમાં કેન્યા સ્થિત નરેન્દ્ર રાવલને ‘બ્રહ્મરત્ન સન્માન’ અર્પણ કરાયું ખેડૂતોને જીવનું જોખમ !: હળવદના સરંભડા ગામે 220 કેવીની સરકારી વીજ લાઈનમાંથી ચાલુ વાયર તૂટી પડ્યો, વીજ ઉપકરણો ખાખ, કોઈ જાનહાનિ નહીં
Breaking news
Morbi Today

માળીયા (મી)ના નાના દહીસરા ગામે મંદિરમાંથી રોકડ-આભૂષણની ચોરી


SHARE





 

માળીયા (મી)ના નાના દહીસરા ગામે મંદિરમાંથી રોકડ-આભૂષણની ચોરી

માળીયા મિયાણાના નાના દહીસરા ગામે આવેલા મંદિરને તસ્કરે નિશાન બનાવ્યું હતું અને મંદિરમાં મૂકવામાં આવેલ દાન પેટી તોડીને રોકડ રકમ તેમજ મુગટ સહિતના આભૂષણોની ચોરી કરવામાં આવી છે અને આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થયેલ છે અને પોલીસને આ બનાવની જાણ પણ કરવામાં આવી છે જો કે, હજુ સુધી ચોરીનો ગુનો નોંધાયેલ નથી

જાણવા મળતી માહિતી મુજબ માળીયા મિયાણા તાલુકાના નાના દહીસર ગામે આવેલા મહાકાળી માતાજીના મંદિરને શુક્રવારે રાતના સમયે તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને મંદિરમાં રહેલ દાન પેટીને તોડી તેમાંથી રોકડા ૨૦ થી ૨૫ હજાર રૂપિયા અને બે સોનાની નાકની નથડી, બે ચાંદીના મુગટ સહિતના આભૂષણોની ચોરી કરેલ છે આ ઘટનાની ગામના લોકોએ માળિયા તાલુકા પોલીસને જાણ કરેલ હતી. જેના આધારે પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજ આધારે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મારામારીમાં ઇજા

મોરબીમાં જેલની સામેના ભાગમાં આવેલ વાલ્મિકીવાસ વિસ્તારમાં મારામારીનો બનાવ બનેલ હતો જેમાં ગેલાભાઈ ભીખાભાઈ નૈયા (૩૦) નામના યુવાનને ઇજા થઈ હતી જેથી ઈજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને મોરબી એ ડિવિઝન પોલીસને બનાવની જાણ કરી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ એચ.એમ. ચાવડા દ્વારા કરવામાં આવેલ છે




Latest News