માળીયા (મી)નાવવાણિયા ગામેસ્મશાનમાં મૂકવામાંઆવલે દેવી-દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરનાર સામે આકરા પગલાં લેવાની માંગ મોરબીમાં આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ વિષય પર વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અંતર્ગત વાર્તાલાપ યોજાયો મોરબીમાં શ્રાવણ માસના બીજા સોમવારે ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા 29 અબોલ જીવને બચાવવામાં આવ્યા મોરબીના વોર્ડ નં 7 માં પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવા માટે ચૂંટાયેલા સભ્યે કરી કમિશ્નરને લેખિતમાં રજૂઆત હળવદ તાલુકામાં બિનઅધિકૃત રેતી ખનન: 40 લાખનું એક્ષકેવેટર મશીન સીઝ મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો મોરબીના સામાકાંઠે દવા લેવા જવાનું કહીને નીકળ્યા બાદ પરિણીતા ગુમ હળવદમાં કેન્યા સ્થિત નરેન્દ્ર રાવલને ‘બ્રહ્મરત્ન સન્માન’ અર્પણ કરાયું
Breaking news
Morbi Today

માળિયા (મીં) ના જાજસર ગામે જુગાર રમતા સાત જુગારી પકડાયા


SHARE







માળિયા (મીં) ના જાજસર ગામે જુગાર રમતા સાત જુગારી પકડાયા

માળિયા તાલુકાના જાજસર ગામે કોળીવાસમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી.જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સાત શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા.જેથી પોલીસે રૂા.૧૦,૬૫૦ ની રોકડ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

માળીયા મીંયાણા તાલુકાના જાજસર ગામે કોળીવાસમાં લીમડાના ઝાડ નીચે જાહેરમાં જુગાર રમતા હોવાની માળિયા પોલીસને હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સામાભાઈ વીરાભાઇ કારૂ (૪૨), વિભાભાઈ દેવસળભાઈ પાટડીયા (૩૨), વનરાજભાઈ કાનાભાઈ કારૂ (૨૮), મગનભાઈ બચુભાઈ કારૂ (૪૦), રમેશભાઈ જેસાભાઇ કારૂ (૨૭), રાજુભાઈ મનુભાઈ સાલાણી (૩૨) અને વિરમભાઈ પુંજાભાઈ માલાણી (૨૮) રહે. બધા જાજસર વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી ૧૦,૬૫૦ ની રોકડ કબજે કરી હતી અને તેની સામે માળિયા મીંયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મહિલા સારવારમાં

મોરબીના રહેવાસી મહેરબાનુ અલારખાભાઈ મોવર નામની ૩૫ વર્ષીય મહિલાને વાહન અકસ્માતના બનાવમાં ઈજા થતા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી.પોલીસના જણાવ્યા મુજબ મહેરબાનુબેન મોવર નામની મહિલા બાઈક ઉપર જતા હતા.ત્યારે મોરબીના જૂના બસ સ્ટેશન પાસે તેઓ બાઈકમાંથી નીચે પડી જતા ઇજા થતા સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા જે બાબતે એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા વધુ તપાસ ચલાવી રહ્યા છે.

ઝેરી જનાવર કરડી ગયું

મોરબીના માળિયા મીંયાણા તાલુકાના વાધરવા ગામે રહેતા નૂરજાબેન મુકેશભાઈ બંધન નામની ૨૫ વર્ષની મહિલાને વાધરવા ગામે કોઈ ઝેરી જનાવર કરડી જવાથી સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.




Latest News