મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય 22 ઓક્ટોમ્બરે મોરબીમાં સૌરાષ્ટ્રભરના ખેડૂતોને સાથે રાખીને કોંગ્રેસ કરશે મહાસભા: હું ચૂંટણી લડવાનો નથી પણ ખેડૂતો માટે લડતો રહીશ: લલિતભાઈ કગથરા મોરબીના મહેન્દ્રનગર ગામેથી સગીરાનું અપહરણ મોરબીના રવાપર નદી ગામે કારખાનાના ક્વાર્ટરમાં યુવાને કર્યો આપઘાત: હળવદના બ્રાહ્મણી ડેમમાં માછીમારીની જાળમાં પગ ફસાઈ જતા પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત હળવદના જુના દેવડીયા ગામે જુગારની રેડમાં બે પકડાયા, બે ભાગી છૂટ્યા વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં પ્રમુખ તથા ઉપપ્રમુખ બંને પદો ઉપર કોંગ્રેસના ઉમેદવારો ચુંટાયા, ભાજપનો પનો ટુંકો પડ્યો..?!


SHARE









વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં પ્રમુખ તથા ઉપપ્રમુખ બંને પદો ઉપર કોંગ્રેસના ઉમેદવારો ચુંટાયા, ભાજપનો પનો ટુંકો પડ્યો..?!

પ્રમુખ તરીકે કોંગ્રેસના ગુલામભાઈ પરાસરા અને ઉપપ્રમુખ તરીકે નાથાભાઈ ગોરિયાનો વિજય, ભાજપની મહેનત પર પાણી ફરી વળ્યુ

વાંકાનેર માર્કેટિંગ યાર્ડની પ્રમુખ તથા ઉપપ્રમુખની ચુંટણી માટે આજ તા.૧૧-૯ ના રોજ બપોરે બાર વાગ્યાથી મતદાન તથા મતગણતરી હાથ ધરવામાં આવી હતી.જેમાં આ વખતે યાર્ડની ચુંટણીમાં ભારે રસાકસી જોવા મળી હતી, જેમાં અત્યાર સુધીમાં શાસક પીરઝાદા પેનલ અને સામે ભાજપ પેનલ દ્વારા જીત માટે પોતાની તમામ તાકાત લગાવી દેવામાં આવી હતી.જોકે અંતે પ્રમુખ અને ઉપપ્રમુખ બંને પદો ઉપર કોંગ્રેસના ઉમેદવાર વિજેતા જાહેર થયા છે.

વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં આજે યોજાયેલ મતદાન તથા મતગણતરી પ્રક્રિયા બાદ પ્રમુખ તરીકે કોંગ્રેસના ઉમેદવાર ગુલામભાઈ અમીભાઈ પરાસરા (સિંધાવદર) અને ઉપપ્રમુખ તરીકે નાથાભાઈ મનજીભાઈ ગોરીયાનો વિજય થયો છે.આ ચુંટણીમાં કુલ ૧૮ મતોમાંથી કોંગ્રેસના બંને ઉમેદવારોને ૧૧ મત તથા ભાજપના ઉમેદવારને ૭ મતો મળ્યા હતા.આ ચુંટણીમાં ભાજપ તરફથી પ્રમુખ પદ માટે જલાલભાઈ અલીભાઈ શેરસીયા તથા ઉપપ્રમુખ તરીકે ઇસ્માઇલભાઇ ફતેમામદ કડીવારએ ઉમેદવારી નોંધાવી હતી.જેમાં બંને ઉમેદવારોને ૭ મતો મળ્યા હતા.જેની સામે કોંગ્રેસના ઉમેદવારને ૧૧ મતો મળતા તે વિજેતા જાહેર કરાયા છે.ભાજપ-કોંગ્રેસ બંને પક્ષો તરફથી એડી ચોટીનું જોર લગાવી દેવામાં આવ્યું હતું અને તેમ છતાં પણ અંતે ભાજપનો હાથ હેઠો પડ્યો હતો અને મહત્વના બંને હોદ્દાઓ ઉપર કોંગ્રેસના ઉમેદવારો વિજેતા જાહેર થયા હતા.




Latest News