મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય 22 ઓક્ટોમ્બરે મોરબીમાં સૌરાષ્ટ્રભરના ખેડૂતોને સાથે રાખીને કોંગ્રેસ કરશે મહાસભા: હું ચૂંટણી લડવાનો નથી પણ ખેડૂતો માટે લડતો રહીશ: લલિતભાઈ કગથરા મોરબીના મહેન્દ્રનગર ગામેથી સગીરાનું અપહરણ મોરબીના રવાપર નદી ગામે કારખાનાના ક્વાર્ટરમાં યુવાને કર્યો આપઘાત: હળવદના બ્રાહ્મણી ડેમમાં માછીમારીની જાળમાં પગ ફસાઈ જતા પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત હળવદના જુના દેવડીયા ગામે જુગારની રેડમાં બે પકડાયા, બે ભાગી છૂટ્યા વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના નારણકા ગામે ઝેરી દવા પી ગયેલ યુવતી સારવારમાં


SHARE









મોરબીના નારણકા ગામે ઝેરી દવા પી ગયેલ યુવતી સારવારમાં

મોરબી તાલુકાના નારણકા ગામે રહેતા પરિવારની યુવતી કોઈ કારણોસર ઝેરી દવા પી જતા તેણીને સારવાર માટે અત્રેની ખાનગી હોસ્પીટલે સારવાર માટે લાવવામાં આવી હતી.

મોરબી તાલુકાના નારણકા ગામે રહેતી રવિનાબેન સુભાષભાઈ પચાણા નામની ૧૮ વર્ષીય યુવતી કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી ગઈ હતી જેથી કરીને તેણીને અત્રેની મંગલમ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવી હતી.ત્યાં તેની સારવાર કરવામાં આવ્યા બાદ હોસ્પિટલ તરફથી જાણ કરાતા હાલ મોરબી તાલુકા પોલીસ મથકના અર્જુનસિંહ દ્વારા વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.હાલ તેણી બેભાન હોય તેણીના ભાનમાં આવ્યે બનાવના કારણ બાબતે આગળની તપાસ હાથ ધરાશે.તેમ તાલુકા પોલીસ મથકના અર્જુનસિંહ દ્વારા જણાવાયેલ છે.

અકસ્માતમાં ઇજા

મોરબીના પંચાસર ગામે રહેતા ભૂમિબા હિતેન્દ્રસિંહ ઝાલા (૮) નામની બાળકી સાયકલ ઉપરથી નીચે પડી જતા તેને ઇજાઓ થઈ હતી જેથી તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના વાવડી રોડ ઉપર વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં મીઠાઈલ મલ્લિકા (૪૦) નામના યુવાનને ઇજાઓ થઈ હતી જેથી સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ વિપુલભાઈ ફુલતરીયા ચલાવી રહ્યા છે

પાઇપ માર્યો

મોરબીના સોઓરડી વિસ્તારમાં રહેતા મોહનભાઈ હીરાભાઈ ચાવડા (૫૩) નામના આધેડને તેના દીકરાએ માથામાં પાઇપ માર્યો હતો જેથી કરીને માથામાં ઇજા થઈ હોવાથી મોહનભાઈ ચાવડાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને આ બનાવની આગળની વધુ તપાસ વી.કે. ચાવડા ચલાવી રહ્યા છે




Latest News