મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય 22 ઓક્ટોમ્બરે મોરબીમાં સૌરાષ્ટ્રભરના ખેડૂતોને સાથે રાખીને કોંગ્રેસ કરશે મહાસભા: હું ચૂંટણી લડવાનો નથી પણ ખેડૂતો માટે લડતો રહીશ: લલિતભાઈ કગથરા મોરબીના મહેન્દ્રનગર ગામેથી સગીરાનું અપહરણ મોરબીના રવાપર નદી ગામે કારખાનાના ક્વાર્ટરમાં યુવાને કર્યો આપઘાત: હળવદના બ્રાહ્મણી ડેમમાં માછીમારીની જાળમાં પગ ફસાઈ જતા પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત હળવદના જુના દેવડીયા ગામે જુગારની રેડમાં બે પકડાયા, બે ભાગી છૂટ્યા વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં એલસીબીની ટીમે ૫.૯૯ લાખના વિશ્વાસઘાતના ગુનામાં આરોપીની કરી ધરપકડ


SHARE









મોરબીમાં એલસીબીની ટીમે ૫.૯૯ લાખના વિશ્વાસઘાતના ગુનામાં આરોપીની કરી ધરપકડ

ભરૂચ જીલ્લાના પાનોલી પોલીસ સ્ટેશનમાં ટ્રકના ટાયર અને ટાયરોની રીમ મળીને કુલ ૫.૯૯ લાખનો વિશ્વાસઘાત કરવામાં આવ્યો હતો જે ગુનામાં સંડોવાયેલ આરોપી મોરબી જીલ્લામાં હોવાની હક્કિત મળી હતી જેના આધારે મોરબી એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ખાખરાળા નજીકથી આરોપીને પકડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડ ટીમ નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા પેટ્રોલિંગમાં હતા ત્યારે ભરૂચ જીલ્લાના પાનોલી પોલીસ સ્ટેશનમાં આરોપી ધીરજ રામસાગર તિવારી રહે ઉત્તરપ્રદેશ વાળો અને સહ આરોપી આશિષકુમાર પાંડે બંનેએ ફરિયાદીની માલિકીના ટ્રકના ટાયરો નંગ ૨૨ અને ટાયરની રીમ નંગ ૯ મળીને કુલ ૫,૯૯,૫૦૦ નો મુદામાલ વિશ્વાસઘાત કરી લઈ જઈને ગુનો કર્યો હતો જેની ફરિયાદ નોંધાઈ હતી તેના આધારે પોલીસે આરોપી ધીરજ રામસાગર તિવારી ટ્રક એમએચ ૪૦ સીએમ ૪૭૭૯ લઈને નવલખી પોર્ટ ખાતે મશીનરી ખાલી કરી મોરબી આવતો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે આરોપી ધીરજ તિવારી (૩૫) વાળાની મોરબીના ખાખરાળા ગામ પાસેથી ધરપકડ કરેલ છે અને આરોપીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોપવામાં આવ્યો છે અને પાનોલી પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી છે આ કામગીરી એલસીબીના પીઆઇ ડી.એમ. ઢોલની સૂચના મુજબ સ્ટાફે કરી હતી




Latest News