હળવદમાં ફ્રી આંખ ચેકઅપ મોતીયા ઓપરેશન મેગા કેમ્પ સાથે સેવાભાવિ વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાશે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપે આશ્રિતો અને વંચિતોને બતાવ્યુ હનુમાન અંશ ફિલ્મ મોરબીના રાજપર ગામે ગૌમાતાના લાભાર્થે જરાસંઘનો વધ નાટક અને વિજુડી ટીમનું કોમિક યોજાશે મોરબી વોર્ડ નં.૬ ના કોર્પોરેટર તથા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન કેયુરભાઈ પંડ્યા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું: વાલી વરસની શોધખોળ મોરબી તાલુકા સેવા સદનમાં 25,000 ની લાંચ માંગનાર અધિકારી અને તેનો ડ્રાઇવર એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયા મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય
Breaking news
Morbi Today

મોરબી : શ્રી જબલપુર પ્રાથમિક શાળાના રમતવીરોએ ઇતિહાસ રચ્યો


SHARE









મોરબી : શ્રી જબલપુર પ્રાથમિક શાળાના રમતવીરોએ ઇતિહાસ રચ્યો

શ્રી જબલપુર પ્રાથમિક શાળાના રમતવીરોએ સિમ્પોલો એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ સ્પર્ધામાં ઇતિહાસ રચ્યો હતો.મોરબી જિલ્લાની સિમ્પોલો ચેમ્પિયનશિપ ન્યુ એરા ગ્લોબલ ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધામાં શ્રી જબલપુર પ્રાથમિક શાળાના ૧૬ વિદ્યાર્થીઓમાંથી ૧૫ બાળકોએ વિવિધ રમતમાં નંબર મેળવી શાળા અને જબલપુર ગામનું નામ રોશન કરેલ છે.અંડર-૯ માં ૫૦ મીટરમાં પ્રથમ ક્રમે ભાલોડીયા નિશ્ચય કેતનભાઈ, અંડર-૯ ૧૦૦ મીટરમાં પ્રથમ ક્રમે ફેફર રૂષિ મનોજભાઈ, અંડર-૯ બોલ થ્રોમાં પ્રથમ ક્રમાંક શીંગાળીયા સોનુ અનુભાઈ, અંડર-૧૧ ૧૦૦ મીટરમાં પ્રથમ ક્રમે અઘારા ખુશી ધનજીભાઈ, અંડર-૧૧ ૨૦૦ મીટરમાં પ્રથમ ક્રમે રાઠવા નિતા કમલેશભાઈ, અંડર-૧૧ બોલ થ્રોમાં પ્રથમ ક્રમે ગણાવા દિતુ સોમલાભાઈ, અંડર-૧૪ ૪૦૦ મીટરમાં પ્રથમ ક્રમે વહુનીયા વિપુલ માધુભાઈ, અંડર-૧૪ ૪૦૦ મીટરમાં પ્રથમ ક્રમે ભાબોર શાંતિ હેમરાજભાઈ, અંડર-૧૪ ૧૦૦+૪ મીટર રીલે દોડમાં પ્રથમ ક્રમે શીંગાળીયા અજય અનુભાઈ, વહુનીયા વિપુલ માધુભાઈ ડામોર ભાવેશ રમેશભાઈ, ગુડિયા મહેશ ખાપરીયાભાઈ, અંડર-૧૪ ૨૦૦ મીટરમાં દ્વિતીય ક્રમે શીંગાળીયા અજય અનુભાઈ, અંડર-૧૧ બોલ થ્રોમાં દ્વિતીય ક્રમે ડામોર ભાવેશ રમેશભાઈ તેમજ અંડર-૧૧ ૧૦૦ મીટરમાં તૃતીય ક્રમે ગુડિયા મહેશ ખાપરીયાભાઈએ સ્થાન પ્રાપ્ત કરેલ છે. સફળતા મેળવનાર બાળકોનો સફળતા પ્રાપ્ત કરવા બદલ શાળા પરિવાર અને શાળા વ્યવસ્થાપન સમિતિ જબલપુરે શુભકામના પાઠી હતી




Latest News