મોરબી : વિજળી પડતા ધ્રુવનગરમાં ભેંસનું અને નેસડા ગામે બળદનું મુત્યુ
મોરબીથી કૌટુંબીક કાકા સાથે પગપાળા માતાને મઢ જતા પદયાત્રી ક્રેન હડફેટે મોત
SHARE
મોરબીથી કૌટુંબીક કાકા સાથે પગપાળા માતાને મઢ જતા પદયાત્રી ક્રેન હડફેટે મોત
મોરબીના લીલાપર-કેનાલ રોડ બોરીયાપાટી વિસ્તારમાં રહેતા કૌટુંબિક કાકા-ભત્રીજા પગપાળા મોરબીથી માતાના મઢ જવા આજે વહેલી સવારે નિકળ્યા હતા. દરમિયાનમાં મોરબીના માળીયા હાઇવે ઉપર લક્ષ્મીનગર ગામ પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા આધેડનું મોત નિપજ્યું છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબીના લીલાપર-કેનાલ રોડ પાસે આવેલ બોરીયાપાટી વિસ્તારના રહેવાસી અવચરભાઇ બેચરભાઈ પરમાર જાતે સથવારા (ઉંમર ૫૫) તથા તેમના કૌટુંબિક કાકા પ્રેમજીભાઈ કલ્યાણજીભાઈ પરમાર બંને આજે સવારે સાતેક વાગ્યે મોરબીના બોરીયાપાટી વિસ્તારમાંથી પગપાળા માતાના મઢ(કચ્છ) જવા માટે નીકળ્યા હતા.સવારે સાત વાગ્યે તેઓ ઘરેથી નીકળ્યા હતા અને બપોરના પોણા બારેક વાગ્યાના અરસામાં તેઓ મોરબી-માળીયા હાઇવે ઉપરના લક્ષ્મીનગર ગામના પાસે આવેલ એસારના પંપ નજીક પહોંચ્યા હતા ત્યારે ક્રેન નંબર ના ચાલકે અકસ્માત સર્જાયો હતો અને અવચરભાઇ બેચરભાઈ પરમાર નામના ૫૫ વર્ષીય બોરીયાપાટી વિસ્તારમાં રહેતા સતવારા આધેડને હડફેટે લીધા હતા જેથી કરીને અવચરભાઇ પરમારનું ઘટનાસ્થળે જ મોત નીપજયું હતું. હાલ મૃતકના કૌટુંબિક કાકા અને તેમની બાજુમાં જ રહેતા પ્રેમજીભાઈ કલ્યાણજીભાઈ પરમારે મોરબી તાલુકા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી છે.બનાવને પગલે મોરબી તાલુકા પોલીસ મથકના એમ.એલ.બારૈયા તથા રાઇટર નરેશભાઈ રીબડીયાએ બનાવ સંદર્ભે આગળની તપાસ હાથ ધરી છે.
રીક્ષા પલ્ટી મારી જતા ઇજા
ટંકારાના રામપર ગામે રહેતા ભાનુબેન પીઠાભાઇ નામના ૫૩ વર્ષીય મહિલા ભગવતીનગરમાં આવેલ ધરતી દોરા બનાવવાના કારખાનેથી પોતાના ઘરે પરત જતા હતા તે સમયે તેઓ જે રીક્ષામાં બેસ્યા હતા તે રીક્ષા પલ્ટી મારી જતા પગના ભાગે ઇજાઓ થવાથી ભાનુબેનને અહિંની આયુષ હોસ્પીટલે સારવારમાં ખસેડાયા હતા.જ્યારે મોરબીના રંગપર(બેલા) નજીક સોમનાથ પેટ્રોલ પંપ પાસે વાહનમાંથી પડી જતા માથાના ભાગે ઈજાગ્રસ્ત હાલતમાં જગદીશભાઇ બુઘરાભાઇ મુંડા રહે.લાર્સન સિરામિક નામના યુવાનને સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.